બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / રાજકોટ અગ્નિકાંડમાં મુખ્ય ભાગીદાર પ્રકાશ જૈનનું મોત, માતાના DNA થયા મેચ

BIG NEWS / રાજકોટ અગ્નિકાંડમાં મુખ્ય ભાગીદાર પ્રકાશ જૈનનું મોત, માતાના DNA થયા મેચ

Last Updated: 09:41 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રકાશ હિરનનું DNA મેચ થતા મોત થયાનો ખુલાસો થયો છે

રાજકોટ અગ્નિકાંડમાં ગેમઝોનના મુખ્ય ભાગીદાર પ્રકાશ હિરનનું મોત નીપજ્યુ છે. પ્રકાશ હિરનનું DNA મેચ થતા મોત થયાનો ખુલાસો થયો છે. રાજકોટમાં ઘટના બની ત્યારથી પ્રકાશ હિરન ગુમ હતા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. પ્રકાશ હિરનનો ફોન પણ તે સમયથી જ બંધ હતો. રાજકોટમાં જ્યા અગ્નિકાંડ સર્જાયો એ ગેમઝોનમાં પ્રકાશ હિરનની 60% ભાગીદારી હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમઝોનમાં આગ લાગી ત્યારે પ્રકાશ હિરન ગેમઝોનમાં હાજર હતો. અને આગને બુઝાવવાના પ્રયાસ કરતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેનો મોબાઇલ નંબર બંધ આવવા લાગ્યો હતો. તપાસ ટીમ પણ તેને શોધી રહી હતી પરંતુ બે દિવસથી કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તેના ભાઇએ રાજકોટ તાલુકા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પ્રકાશની કોઇ ભાળ નહી મળતા અરજી આપી હતી. પોલીસ દ્વારા પ્રકાશની માતાના ડીએનએ લઇને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. ગાંધીનગરથી ટેસ્ટિંગ બાદ એફએસએલનો રિપોર્ટ આવ્યો છે. જેમાં પ્રકાશ હિરનનું પણ મોત થયાનું ખુલ્યુ છે.

ભાઇએ અરજી આપી હતી

ટીઆરપી ગેમઝોન સાથે સંકળાયેલો હોવાનો ખુલાસો તેના ભાઇની અરજીને આધારે થયો છે. પ્રકાશના ભાઇ જીતેન્દ્ર હિરણએ રાજકોટ પોલીસમાં અરજી આપી તેમાં કહ્યુ હતુ કે મારોભાઇ પ્રકાશ કનૈયાલાલ હિરણ ટીઆરપી ગેમ ઝોન સાથે સંકળાયેલો છે. અકસ્માતની ઘટના સમયે તે અંદર હતો. પરંતુ તેના બાદ પરિવાર સાથે કોઇ સંપર્ક થઇ શક્યો નથી.ભાઇની ગાડી પણ ત્યા પડી રહેલી છે. મોબાઇલ નંબર પણ બંધ બોલે છે. મૃતક ચાર વર્ષથી રાજકોટમાં રહેતો હતો.

25 મેનો દિવસ રાજકોટ માટે ગોઝારો દિવસ હતો, TRP ગેમઝોનમાં બાળકો સાથે ફરવા અને ગેમ રમવા પહોંચેલા લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી. ગેમ રવા પહોંચેલા લોકો સાથે ગેમ રમાઈ ગઈ અને જોતજોતામાં આગની જ્વાળાઓમાં આ લોકો જીવતા ભૂંજાઈ ગયા અને કોઈ આ લોકોને બચાવી ન શક્યું. ત્યારે હવે આ અગ્નિકાંડ બાદ કેટલાય ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અગાઉ સામે આવેલા અહેવાલો પ્રમાણે ફાયર વિભાગની મંજૂરી વિના જ TRP ગેમઝોનનો લાયસન્સ રિન્યૂ કરાયો હતો. ત્યારે હવે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

rajkot-game-zone-party-plot

રાજકોટના TRP અગ્નિકાંડ અંગે સૌથી મોટો ખુલાસો

રાજકોટના TRP અગ્નિકાંડ અંગે સૌથી મોટો ખુલાસો થયો છે. રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારી સામે આવી છે. માહિતી અનુસાર, TRP ગેમઝોનની જગ્યા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ના ચોપડામાં પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલ છે. અત્યાર સુધી રાજકોટ મહાનગર પાલિકા પાર્ટી પ્લોટનો ટેક્સ વસૂલ કરતી હતી. ચાર વર્ષથી આ ગેમ ઝોન ધમધમી રહ્યો હતો અને મનપાના ચોપડામાં આ જગ્યા માત્ર પાર્ટી પ્લોટ તરીકે નોંધાયેલી હતી.

વધુ વાંચોઃ રાજકોટના TRP અગ્નિકાંડમાં ચોંકાવનારો ખુલાસો, અત્યાર સુધી RMC પાર્ટી પ્લોટના નામે ટેક્સ વસૂલતી

ત્યારે મહાનગર પાલિકાના અધિકારીઓની આના પર નજર જ ન પડી હતી કે પછી મહાનગર પાલિકાએ બેદરકાર બનીને પોતાની આ ભૂલ આગળ આંખ આડે કાન કરી દીધા હતા. ત્યારે હવે એવો સવાલ થાય છે કે શું 4 વર્ષથી RMCના અધિકારીઓને બાંધકામ ન દેખાયું? મનપાના અધિકારીઓને ગેમઝોન કેમ ન દેખાયો? શું મનપાના અધિકારીઓની મિલીભગતથી ચાલતો હતો ગેમઝોન?

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot fire incident Rajkot Fire Tragedy Rajkot Gamezone Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ