પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાથી અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના ભવિષ્ય સુરક્ષિત થઈ રહ્યું છે અને આ યોજનામાં અત્યાર સુધી 45 લાખ લોકોએ પોતાના નામ નોંધાવ્યા છે.
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પ્રધાનમંત્રીએ આપી જાણકારી
અત્યાર સુધી 45 લાખ લોકોએ પોતાના નામ નોંધાવ્યા
વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પ્રધાનમંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાને લઈ મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાથી અસંગઠીત ક્ષેત્રના શ્રમિકોના ભવિષ્ય સુરક્ષિત થઈ રહ્યું છે અને આ યોજનામાં અત્યાર સુધી 45 લાખ લોકોએ પોતાના નામ નોંધાવ્યા છે. જો તમે પણ ઇચ્છતા હોવ કે તમને પણ આ યોજનાનો લાભ મળે તો જાણી લો કે આ યોજનામાં કઈ રીતે ફાયદા થઈ શકે છે.
प्रधानमंत्री श्रम योगी मानधन योजना के तहत पेंशन योजना से असंगठित क्षेत्र के श्रमिकों का हो रहा है भविष्य सुरक्षित।
- 60 वर्ष की आयु के बाद श्रमिकों को 3,000 रुपये/माह की निश्चित पेंशन
- 36 राज्य और केंद्र शासित प्रदेश शामिल
- 3.52 लाख कॉमन सर्विस सेंटर
- 45 लाख लाभार्थी नामांकित pic.twitter.com/g0VQ5fE9oh
અત્યાર સુધી 45 લાખ લોકોએ પોતાના નામ નોંધાવ્યા
સરળ શબ્દોમાં કહીએ તો આ એક પેન્શન યોજના છે, જેના માધ્યમથી અસંગઠીત લોકોને પેન્શન આપવામાં આવશે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને પેન્શન આપવામાં આવશે અને દરેક લોકોને 3000 રૂપિયાનું પેન્શન મળશે. આ માટે લોકોએ પ્રીમિયમ જમા કરાવવાનું રહેશે અને આ પ્રીમિયમ ઉંમર સાથે જોડાયેલી છે. મોદી સરકારની આ યોજનામાં વર્ષમાં 36 હજાર રૂપિયાનું પેન્શન મળશે. આ યોજના દેશના 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં લાગુ પડશે. આ માટે 3.52 લાખ કોમન સર્વિસ સેન્ટર પણ છે.
વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન
આ યોજના હેઠળ જો તમે વહેલા રજીસ્ટ્રેશન કરાવશો તો પ્રીમિયમ ઓછું આવશે, પણ જો તમારી ઉંમર વધુ હશે તો તમારે પ્રીમિયમ વધુ હશે. એટલે કે જો તમે માત્ર 18 વર્ષની ઉંમરમાં પ્રીમિયમ ભરવાની શરૂઆત કરો છો, તો તમારે ઓછું પ્રીમિયમ ભરવાનું આવશે, પણ જો તમે હવે 40 વર્ષની ઉંમરમાં પ્રીમિયમ ભરશો તો રકમ મોટી આવશે. 18 વર્ષના ઉંમરના લોકોને માત્ર 55 રૂપિયા દર મહિને આપવા પડશે એટલે કે વર્ષના માત્ર 660 રૂપિયા. એટલે કે 42 વર્ષમાં તમે 27,720 રૂપિયા જમા કરાવશો. બીજી બાજુ 30 વર્ષના લોકોને 100 રૂપિયા અને 40 વર્ષની ઉંમર વાળા લોકોને 200 રૂપિયા આપવા પડશે.