Pradhan Mantri Awas Yojana central government approved
મંજૂરી /
PM આવાસ યોજના હેઠળ નવા 3.31 લાખ મકાનને મળી મંજૂરી, ગુજરાતમાં આટલા ફાળવાયા
Team VTV07:56 AM, 29 Nov 19
| Updated: 05:10 PM, 29 Nov 19
કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (અર્બન) હેઠળ લાખો નવા આવાસ નિર્માણની મંજૂરી આપવામાં આવી છે. પીએમ આવાસ યોજના હેઠળ કેન્દ્ર સરકારે શહેરી વિસ્તારમાં 3.31 લાખ આવાસ નિર્માણને મંજૂરી આપી છે. નવા આવાસને મળી મંજૂરીની સાથે પીએમ આવાસ યોજના હેઠળ સહાયતા પ્રાપ્ત આવાસની સંખ્યા 96.5 લાખ થઇ ગઇ છે.
એક નિવેદન મુજબ મંજૂરીમાં છ રાજ્યોમાં 6368 એકરોમાં નિર્માણ માટે છ લાઇટ હાઉસેસ પ્રોજેક્ટ (LHP) સામેલ છે. નિવેદન મુજબ ભાગીદાર રાજ્યોમાં ગુજરાત (1144), ઝારખંડ (1008), મધ્યપ્રદેશ (1024), તમિલનાડુ (1152), ત્રિપુરા (1,000) અને ઉત્તર પ્રદેશ (1,040) સામેલ છે.
સરકાર તરફથી નિવેદનમાં જણાવામાં આવ્યું છેકે PMAY (શહેરી) હેઠળ કેન્દ્રીની મંજૂરી અને CSMC ની 49 બેઠકમાં 15,125 કરોડ રૂપિયાના રોકાણની સાથે 3,31,075 નિવાસ નિર્માણ માટે ભાગીદાર રાજ્યોને 606 પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી.
શું છે પીએમ આવાસ યોજના (PMAY)?
પ્રધાનમંત્રી આવાસ યોજનાની જાહેરાત 2015માં લોકોને ઘર મળી રહે તે માટે મદદ કરવા કરવામાં આવી હતી. આ સ્કીમમાં 4041 વૈધાનિક ટાઉન આવે છે અને તેનો ઉદ્દેશ્ય તેમાં આવનારા લોકોને 2022 સુધી ઘર આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર લોકોને ઘર ખરીદવા અલગ-અલગ રીતે મદદ કરે છે. આ સ્કીમનું લક્ષ્ય મહાત્મા ગાંધીની 150 જયંતીના અવસર પર 31 માર્ચ 2022 સુધી દેશભરમાં 2 કરોડ ઘરનું નિર્માણ કરી 'બધા માટે ઘર' ઉપલબ્ધ કરાવાનું છે.
કયા લોકોને મળી શકે છે આ યોજનાના લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નીચે પ્રમાણેના વ્યક્તિ અને કુટુંબને મળશે
અનૂસુચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અને પછાત વર્ગ (OBC)
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) માટે એપ્લાય કેવી રીતે કરશો?
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે બે રીતે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ પ્રાપ્ત કરવા માટે ઓનલાઇન અને ઓફલાઇન બંને માધ્યમનો ઉપયોગ કરી શકો છો. આ યોજનાનો લાભ ઓનલાઇન લેવા માટે ઓફિશિયલ વેબસાઇટ https://pmaymis.gov.in / પર જવું પડશે. તમારી પાસે માન્ય આધાર કાર્ડ હોવું જરૂરી છે. લાભાર્થી કોમન સર્વિસ સેન્ટર (CSC)ની માધ્યમથી ઉપલબ્ધ ફોર્મ ભરીને ઓફલાઇન રીતે પણ આ સ્કીમમાં એપ્લાય કરી શકો છો.