વીજળી ક્ષેત્રોમાં સુધારાઓ માચે વીજળી મંત્રાલયે નવી ટેરિફ નીતિ તૈયાર કરી લીધી છે. આ ટેરિફ નીતિનું કેબિનેટ નોટ તમામ મંત્રાલયોની પાસે મંજૂરી માટે મોકલી દીધી છે. આવતા 10 દિવસોમાં આ નવી નીતિ આવે તેવી શક્યતા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ બજેટ ભાષણમાં વીજળી કંપનીઓને આપવામાં આવતી ક્રોસ સબ્સિડીને બંધ કરવાની વકીલાત કરી ચુકી છે.
વીજળી મંત્રાલયના એક અધિકારી અનુસાપ, નવી ટેરિફ નીતિમાં વીજળી સબ્સિડીને લઇને પણ મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે. નવી ટેરિફ નીતિમાં વીજળી સબ્સિડી સીધા ગ્રાહકોના બેંક ખાતામાં મોકલવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. એના માટે રાજ્યો પાસેથી એક વર્ષની અંદર વીજળીથી સિંચાઇ કરનાર ખેડૂતોનો રેકોર્ડ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે આવતા નાણાંકીય વર્ષથી એના બેંક ખાતામાં વીજળી સબ્સિડી મોકલી શકાય. વાસ્તવમાં, હાલ ખેડૂતો સહિત અન્ય ગ્રાહકોને આપવામાં આવતી સબ્સિડી વીજળી કંપનીઓને આપવાની જોગવાઇ છે. પરંતુ રાજ્ય સરકારો તરફથી ચુકવણી નહીં થવાના કારણે વીજળી કંપનીઓ નુકસાનમાં જાય છે.
નવી ટેરિફ નીતિને મંજૂરી મળવાના ત્રણ વર્ષમાં દરેક ઘરમાં વીજળી કનેક્શન અને સ્માર્ટ મીટર લગાવવાનો રસ્તો સ્પષ્ટ થઇ જશે. એમાં ગ્રાહકોને સરળ હપ્તા પર સ્માર્ટ મીટર ઉપલબ્ધ કરાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે.
નવી ટેરિફ નીતિમાં વીજળીનો ખર્ચ નક્ક કરવામાં પણ ફેરફાર કરવામાં આવશે. નવી નીતિ અનુસાર કંપનીઓ ખર્ચ નક્કી કરવા માટે માત્ર એટલી જ વીજળી જોડી શકશે, જેટલીની આપૂર્તિ કરવામાં આવી છે. હાલ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશનને પણ જોડી દેવામાં આવે છે. નવી નીતિ લાગૂ થયા બાદ સમય પર બિલ ભરનાર ગ્રાહકોને વીજળી ચોરીનો બોજ પડશે નહીં.
નવી ટેરિફ નીતિમાં 24 કલાક વીજળી આપૂર્તિ સુનિશ્ચિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. એ હેઠળ વીજળી આપૂર્તિ અવરોધ થવા પર ગ્રાહકોને દંડ આપવાની જોગવાઇ કરવામાં આવી છે. સાથે જ વીજી ચોરી નહીં રોકનાર કંપનીઓ પર પણ દંડ ફટકારવામાં આવશે.