હિન્દુ પંચાગમાં આવતી કુલ 24 એકાદશીમાંથી દેવઊઠી એકાદશીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા માટે સમર્પિત છે. આ તહેવાર દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની અગિયારસે ઉજવાય છે. દેવઊઠી એકાદશીએ ભગવાન વિષ્ણુ ચાર મહિના બાદ નિદ્રામાંથી જાગે છે. ભક્તો આ દિવસે ઉપવાસ કરે છે, ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને સુખ, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.
આ વર્ષે દેવઊઠી એકાદશી 12 નવેમ્બર 2024ના રોજ ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને આ દિવસે અમુક કાર્ય કરે છે તો તે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે, તો ચાલો જાણીએ તે વિશેષ કાર્ય કયા છે.
- દેવઊઠી એકાદશી પર આ કાર્ય અવશ્ય કરો
- આ શુભ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પવિત્ર સ્નાન કરો.
- આ શુભ તિથિની સવારે વિષ્ણુ ભગવાનને તેમના વૈદિક જાપ કરીને જગાડો.
- આ દિવસે વહેલી સવારે “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.
- આ દિવસે સૌથી પહેલા તમારી હથેળીઓ જોઈને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને તેમને વંદન કરો.
- હથેળીઓ તરફ જોઈને, "કરાગ્રે વસતે લક્ષ્મી: કરમધ્યે સરસ્વતી, કરમૂલે તુ ગોવિન્દઃ પ્રભાતે કર્દર્શનમ્ આ મંત્રનો જાપ કરો.
- આ કાર્યના ફાયદા
સનાતન ધર્મની માન્યતા અનુસાર, આ વસ્તુઓ કરવાથી વ્યક્તિનું ભાગ્ય ધીમે ધીમે બદલાવા લાગે છે અને તેને જીવનભર કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથે ધન-સંપત્તિમાં પણ દિવસ-રાત વૃદ્ધિ થાય છે. જેથી આ શુભ અવસર પર આ કાર્ય કરવાનો પ્રયાસ કરો. આ દિવસે વ્રત કરનાર ભક્તોને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે. ઉપરાંત ઘરમાં માતા લક્ષ્મીની સાથે દેવી તુલસીનો કાયમ વાસ રહે છે.
- દેવઊઠી એકાદશીનો શુભ મુહૂર્ત
દેવઊઠી એકાદશી કારતક મહિનાના શુક્લ પક્ષની એકાદશીના રોજ એટલે 11 નવેમ્બર 2024ના રોજ સાંજે 06:46 વાગ્યે શરૂ થશે અને 12 નવેમ્બર 2024ના રોજ સાંજે 04:04 વાગ્યે સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 12 નવેમ્બરે દેવઊઠી એકાદશી વ્રત રાખવામાં આવશે. તો બીજા દિવસે તુલસી વિવાહનો તહેવાર પણ ઉજવાય છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ