Poverty, Dreams, daughter of Gujarat, got 77% in 12 sciences, wants to study, no fee money,
કઠણાઇ /
ગરીબાઈ સપનું તોડશે? 12 સાયન્સમાં 77 ટકા લાવનારી ગુજરાતની દીકરીને ભણવું છે પણ ફીના પૈસા નથી
Team VTV11:52 PM, 13 Jun 22
| Updated: 11:53 PM, 13 Jun 22
ગુજરાતની દીકરીએ 12 સાયન્સમાં જબરી મહેનત કરી ઝળહળતું પરિણામ હાંસલ કર્યું પણ હવે પરિવાર પાસે ફિ ના રૂપિયા ન હોવાથી દીકરીનું ભવિષ્ય ડામાડોળ બન્યું છે.
દીકરીનું ભવિષ્ય ડામાડોળ
ગરીબાઈના કારણે સંગીતાનું સપનું તૂટશે?
પેટે પાટા બાંધીને દીકરીને 12 સુધી ભણાવી
બનાસકાંઠા પંથકના હડિયોલ પરિવારની દીકરી સંગીતાને પરિવારજનોએ પેટે પાટા બાંધી 12 સાયન્સ સુધી ભરાવી હતી. જેમાં પરીક્ષામાં 77 ટકા લાવનારી ગુજરાતની દીકરીને ભણવું છે પણ પરિવારજનો પાસે ફીના પૈસા ન હોવાથી દીકરીએ સરકાર પાસે રાહતનો ખોળો પાથર્યો છે. હવે પૈસાના કારણે સંગીતાનું સપનું તૂટશે?
ડૉક્ટર બનવા માટે આડે આવે છે આર્થિક પરિસ્થિતિ
ગુજરાતની આ દીકરીના મા-બાપ મજૂરી કરે છે. માટીના ઘરમાં પરિવાર રહે છે. ઘરમાં બે ટાઈમનું જમવાનું પણ માંડ માંડ બને છે. ત્યાં સંગીતા નામની આ દીકરીને પેટે પાટા બાંધીને ગરીબ પિતાએ 12 સાયન્સ સુધી ભણાવી છે. અને દીકરીએ 12 સાયન્સમાં 76.92 ટકા મેળવ્યા છે પરંતુ સંગીતાનું ડૉક્ટર બનવાનું સપનું હવે તૂટી ગયું છે.કારણ કે, ડૉક્ટર બનવા માટે અને આગળ વધવા માટે આર્થિક પરિસ્થિતિ આડે આવે છે.
પરિવારમાં માતમ છતાં સંગીતાએ પરીક્ષા આપી
સંગીતાના ધોરણ 12 ના અભ્યાસ દરમિયાન પરિવારના એકના એક દીકરાનું અકસ્માતમાં મૃત્યું થયું હતું. સંગીતા માટે આનાથી મોટી પરીક્ષા બીજું શું હોઈ શકે? તેણે 12 સાયન્સની પરીક્ષા આપી જબરી મહેનત કરીને 76.92 ટકા પણ મેળવ્યા હતા. હવે આગમી સમયમાં સંગીતાનું સપનું છે કે, તે ડોક્ટર બની ગરીબોની સેવા કરે. પરંતુ પરિવારની એટલી શિક્ત નથી કે, સંગીતાને આગળ ભણાવી શકે. સંગીતાના માતા-પિતા ઘરકામ અને મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને ક્યારેક કામ ન મળતા એક ટાઈના ભોજન માટે પણ ફાંફા પડે છે. તેવામાં કેવી રીતે લાખો રૂપિયા કાઢવા તે મોટો સવાલ છે.
સરકાર પાસે મદદની માગ કરી રહ્યો છે પરિવાર
ભાઈનું અકસ્માતમાં મૃત્યું થયા બાદ હાલ ઘરમાં પિતા મેવાભાઈ એક જ કમાનાર છે અને મજૂરી કરીને ગરીબ પરિવાર દીકરીને ડોક્ટર બનાવી શકે તેવું શક્ય નથી. તેવામાં આ હડિયોલ પરિવાર સરકાર પાસે મદદની માગ કરી રહ્યો છે. ત્યારે સર્વશિક્ષા અભિયાન અને કન્યા કેળવણીની વાતો કરતી આપણી ગુજરાત સરકાર આ ગરીબ પરિવારની દીકરી સંગીતાનું સપનું પૂર્ણ કરવામાં મદદ કરે તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે.