Postponed LRD test date announced, Hasmukh Patel tweeted
દોડ /
BIG NEWS: LRD-PSIની મોકૂફ રખાયેલી શારીરિક કસોટીની નવી તારીખો જાહેર
Team VTV06:57 PM, 06 Dec 21
| Updated: 07:19 PM, 06 Dec 21
6 ડિસેમ્બરે મોકૂફ રહેલી LRD કસોટી 26 ડિસેમ્બરે તો 3,4 તારીખની રદ્દ થયેલી કસોટી 12 ડિસેમ્બરે લેવાશે
LRD મોકૂફ રહેલી પરીક્ષાને લઈ મોટા સમાચાર
3,4 તારીખની રદ્દ થયેલી કસોટી 12 ડિસેમ્બરે લેવાશે
હસમુખ પટેલે ટ્વીટ કરી આપી માહિતી
SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.06/12/2021 નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.26/12/2021 (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે કસોટી માટે હાજર રહેવું.
આવતી કાલથી સુરત ખાતે રાબેતા મુજબ પરીક્ષા
એસઆરપી ગૃપ વાવ, સુરત ખાતે આવતીકાલથી રાબેતા મુજબ શારીરિક કસોટી લેવામાં આવશે. વાતાવરણમાં પલટો આવતા આજે આ પરીક્ષા મોકૂફ રખાઇ હતી જેની તારીખની જાહેરાત કરી નાખવામાં આવતા હવે આજ કોલલેટર સાથે 26/12/2021 (રવિવાર)ના દિવસે ઉમેદવારો પરીક્ષા એ જ મેદાનમાં આપી શકશે.
SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે કસોટી માટે હાજર રહેવું.#LRD_ભરતી
3 અને 4 ડિસેમ્બરે રદ થેલી પરીક્ષા 12 ડિસેમ્બરે
તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવાર નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે સવાર કલાકઃ ૦6.૦૦ વાગે કસોટી માટે હાજર રહેવાની જાણકારી પહેલાથી આપી દેવામાં આવી છે.
તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તારીખ 12 ડિસેમ્બરને રવિવાર નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે સવાર કલાકઃ ૦૬.૦૦ વાગે કસોટી માટે હાજર રહેવું.#LRD_ભરતી
કોઈપણ સમયે પરીક્ષા આપવી પડશે.
આજે બાર મેદાન ઉપર દોડ સવારે 10 વાગ્યા પહેલા પૂર્ણ થઈ હતી અને બે મેદાન ઉપર 10:17 વાગે પૂર્ણ થયેલ હતી. ઉમેદવારે દિવસના કોઈપણ સમયે શારીરિક કસોટી આપવાની રહે છે. તેવી માહિતી પર લોકરક્ષક દળ બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આપી હતી.