બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Politics / postmortem reports of deceased in lakhimpur khiri case came out

Lakhimpur Khiri Incident / લખીમપૂર હિંસા કેસ: આઠ મૃતકોના પોસ્ટમોર્ટમમાં સામે આવી ચોંકાવનારી વિગતો, જાણો શું છે કારણ?

Mayur

Last Updated: 09:48 AM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે લખીમપુર ખીરીમાં રવિવારે થયેલ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આ તમામનું સોમવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

લખીમપુર ખીરી ઘટના બાદ રાજકારણ ગરમ છે. હવે આ મુદ્દે મૃતકોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ પણ આવી ગયા છે. 

રવિવારે લખીમપુર ખીરીમાં રવિવારે થયેલ હિંસામાં 8 લોકોના મોત થયા હતા. આ તમામનું સોમવારે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો હતો કે મૃત્યુ લાઠી-દંડા અને માર મારવાના કારણે જ થયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સમાં ગોળી મરવાની કોઈ ઘટનાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર નથી આવ્યું. 

ઉત્તરપ્રદેશનાં લખીમપૂર ખીરીમાં રવિવારે ખેડૂતોના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં 8 લોકોનાં મૃત્યુ થયા હતા. 

મૃતકોમાં 4 ખેડૂતો, 3 ભાજપ કાર્યકર્તા અને એક ભાજપના નેતાના ડ્રાઈવરનો સમાવેશ થાય છે. 

પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃત્યુના કારણ સામે આવ્યા 

1) લવપ્રિત સિંહ (ખેડૂત)
- ઘસડાવથી મોત, શોક એન્ડ હિમોરેજ 

2) ગુરવિન્દર સિંહ (ખેડૂત)
- ધારદાર અને અણીદાર વસ્તુથી મોત, શોક એન્ડ હિમોરેજ 

3) દલજીત સિંહ (ખેડૂત)
- શરીર પર ઘસડાવાના નિશાન

4) છત્ર સિંહ (ખેડૂત)
- શોક એન્ડ હિમોરેજ , ઘસડાવાથી મોત

5) શુભમ મિશ્ર (ભાજપ નેતા)
- લાઠી અને દંડાથી મોત, માર માર્યાના નિશાન

6) હરિઓમ મિશ્ર (અજય મિશ્રાના ડ્રાઈવર)
- લાઠી અને દંડાથી મોત, માર માર્યાના નિશાન, શોક એન્ડ હિમોરેજ

7) શ્યામ સુંદર (ભાજપ કાર્યકર્તા) 
- શરીર પર માર માર્યાના ગંભીર નિશાન

8) રમણ કશ્યપ (પત્રકાર)
- શોક એન્ડ હિમોરેજ, મારના ગંભીર નિશાન 
 

મિટિંગ બાદ મૃતકોના પરિવારને સહાયનો નિર્ણય 

1) 45 લાખની સહાય 

2) સરકારી નોકરી 

3) હિંસાની ન્યાયિક તપાસ 

4) ઘાયલોને 10 લાખ રૂપિયા 

લખીમપુર ખીરી હિંસામાં 24 લોકોની ઓળખ કરાઈ

યુપીને લખીમપુર ખીરીમાં રવિવારે સાંજે ખેડૂતો અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રાના સમર્થકોની વચ્ચે હિંસક અથડામણની તપાસ એટીએફ કરશે. મળતી જાણકારી મુજબ એટીએફ સોમવારે સાંજથી જ તપાસ પોતાના હાથમાં લઈ લેવામાં આવશે. બીજી તરફ પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે. સાથે પોલીસે 7 લોકોની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

લખીમપુર ખીરી હિંસાનો ઘટનાક્રમ

લખીમપુર ખીરીમાં DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ હતો

2 ઓક્ટોબરે DyCM કેશવ પ્રસાદનો લખીમપુર જવાનો કાર્યક્રમ નક્કી હતો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામ બનવીરપુરમાં દંગલ
પ્રતિયોગિતાનો શુભારંભ કરવાના હતા

ખેડૂતોને કાર્યક્રમની જાણ થતા તેઓએ વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો

અજય મિશ્રાના બનવીરપુર ગામથી 4 કિલોમીટર દૂર મહારાજા અગ્રસેન ઇન્ટર
કોલેજમાં DyCMના હેલિકોપ્ટરનું હેલિપેડ બનાવાયું હતું

26 સપ્ટેમ્બરે ખેડૂતોના વિરોધમાં અજય મિશ્રાએ વિવાદીત નિવેદન પણ આપ્યું
હતું

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇને પણ
ખેડૂતોમાં રોષ હતો

અજય મિશ્રાના વિવાદીત નિવેદનને લઇ ખેડૂતો સવારના 6 વાગ્યાથી જ
હેલિપેડ પાસે એકઠા થઇ ગયા હતા

સવારના 8 વાગ્યા સુધી 5 હજાર જેટલા ખેડૂતો ટ્રેક્ટર-ટ્રોલી અને હાથમાં કાળો
ઝંડો લઇ હેલીપેડ પર કબજો કરી લીધો હતો

ખેડૂતોને પોલીસે સમજાવ્યા પરંતુ ખેડૂતો ન માન્યા

ખેડૂતોએ કહ્યું,''મંત્રીએ અમને પડકાર આપ્યો છે કે તેઓ અમને સુધારી દેશે''

ખેડૂતોએ કહ્યું,''અમે પણ જોવા માગીએ છીએ કે મંત્રી અમને કેવી રીતે સુધારશે''

ખેડૂતોએ કાર્યક્રમના વિરોધની પહેલા જ જાહેરાત કરી દીધી હતી

લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટ ઘણું સક્રિય હતું

હિંસાના 15 કલાક પહેલા DyCM કેશવ પ્રસાદનો કાર્યક્રમ પણ બદલી દેવાયો
હતો
કેશવ પ્રસાદને હેલિકોપ્ટરની જગ્યાએ રોડમાર્ગેથી જવા કહેવાયું હતું
કાર્યક્રમના 8 કલાક પહેલા ફરી લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે અલર્ટ આપ્યું
લોકલ ઇન્ટેલિજન્સ યૂનિટે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાને બનવીરપુર ગામ જવા ના પાડી
ગૃહ રાજ્યમંત્રીએ લોકલ ઇન્ટેલિજન્સની વાતને ન માની
કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ચેતવણીને નજરઅંદાજ કરી
કેન્દ્રીય મંત્રીએ ચેતવણીને નજરઅંદાજ કરી અને 40થી વધુ કારના કાફલાઓ સાથે બનવીરપુર ગામ માટે નીકળ્યા
ખેડૂતોનો વિરોધ પ્રદર્શન જોતા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો રૂટ પણ બદલી દેવાયો
બપોરે 40થી વધુ કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો હતો
તિકોનિયા બનવીરપુર ગામથી અંદાજે 4 કિલોમીટર દૂર છે જ્યાં ખેડૂતોએ હેલિપેડ પર કબજો કર્યો હતો
કારનો કાફલો તિકોનિયા પહોંચ્યો તો ત્યાં 20 હજાર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા તિકોનિયા પાસે પહોંચ્યા અને વિવાદ થયો
અજય મિશ્રાના દીકરા પર આશીષ પર આરોપ છે કે તેણે ખેડૂતો પર કાર ચઢાવી દીધી
ખેડૂતોને આ અંગે જાણ થતા હિંસા વધુ ભડકી હતી અને ખેડૂતો રોષે ભરાયા હતા

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તાઓની વચ્ચે લોહીયાળ અથડામણ બાદ રાજનીતિ ગરમાઈ છે. યૂપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતા સ્થળ પર પહોંચવા લાગ્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે કે તેમણે પોતાની ગાડીથી ખેડૂતોને કચડી નાંખ્યા છે. જોકે પ્રશાસને તેમની અટકાયત કરી નથી. ત્યારે સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કરતા તેની તપાસના આદેશ આપ્યા હતા. 

આની પહેલા સમગ્ર મામલામાં પોલીસે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના દીકરા આશીષ મિશ્રા સહિત 14 લોકોની વિરુધ્ધ હત્યા, ગુનાહિત ષડયંત્ર અને બળવા સહિત અનેક કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે તમામની આ મામલામાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. બીજી તરફ લખીમપુર જિલ્લા પ્રશાસન અને ખેડૂતોની વચ્ચે બેઠકનો દોર ચાલુ છે. ખેડૂતોની માંગ છે કે અજય મિશ્રાને મંત્રી પદ પરથી હટાવવામાં આવે. તેમના દીકરા આશિષની ધરપકડ કરવામાં આવે. આ ઉપરાંત મૃતકોને 1-1 કરોડનું  વળતર અને પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ