બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Post office scheme you can invest rs 10k in recurring deposit and earn 16 lakh rupees money

કમાણી / પોસ્ટ ઓફિસની જબરદસ્ત સ્કીમ, માત્ર 1000 રૂપિયા લગાવી મેળવો 16 લાખનો લાભ, જાણો કઈ રીતે

Noor

Last Updated: 09:31 AM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમારા માટે બેસ્ટ સાબિત થઈ શકે છે. આજે અમે તમને પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ વિશે જણાવી રહ્યાં છે. ચાલો જાણીએ.

  • સુરક્ષિત રોકાણ કરવા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે બેસ્ટ
  • આ યોજના દ્વારા તમે ખૂબ ઓછાં પૈસાથી રોકાણ શરૂ કરી શકો છો
  • પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ આપે છે બેસ્ટ રિટર્ન

પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ શું છે?

આ યોજના દ્વારા તમે ખૂબ ઓછાં પૈસાથી રોકાણ શરૂ કરી શકો છો. આ સિવાય તમારા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ સ્કીમનો સૌથી મોટો ફાયદો છે કે તમે ઓછામાં ઓછા 100 રૂપિયાથી તમારું રોકાણ શરૂ કરી શકો છો અને રોકાણ રકમની કોઈ જ મહત્તમ મર્યાદા નથી. પોસ્ટ ઓફિસ આરડી ડિપોઝિટ એકાઉન્ટ નાના વ્યાજદર સાથે નાના હપ્તા જમા કરાવવાની સરકારી ગેરંટીવાળી યોજના છે.

જાણો કેટલું વ્યાજ મળશે?

પોસ્ટ ઓફિસમાં જે આરડી ખાતું ખોલવામાં આવે છે તે 5 વર્ષ માટે હોય છે. આના કરતા ઓછાં સમય માટે તે ખુલતું નથી. દર ત્રિમાસિકમાં (વાર્ષિક દરે) જમા પૈસા પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. પછી તે દરેક ક્વાર્ટરના અંતે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમારા ખાતામાં ઉમેરવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ ઓફિસની વેબસાઈટ મુજબ હાલમાં આરડી સ્કીમ પર 5.8 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેની તમામ નાની બચત યોજનાઓમાં દર ત્રિમાસિકમાં વ્યાજ દરની જાહેરાત કરે છે.

10 હજારનું રોકાણ કરવા પર મળશે 16 લાખથી વધુ

જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં દર મહિને 10 હજાર રૂપિયાનું રોકાણ કરો છો, તે પણ 10 વર્ષ માટે તો તમને મેચ્યોરિટી પર 16,26,476 લાખ રૂપિયા મળશે.

RD એકાઉન્ટ વિશે કેટલીક ખાસ વાતો

જો તમે સમયસર આરડી હપ્તો જમા નહીં કરો તો તમારે ચાર્જ ચૂકવવો પડશે. હપ્તામાં વિલંબ માટે તમારે દર મહિને એક ટકા ચાર્જ ચૂકવવો પડશે. આ સાથે જો તમે સતત 4 હપ્તા જમા નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે. જોકે, એ પછી તમે આગામી 2 મહિના માટે ફરીથી આ ખાતું એક્ટિવ કરાવી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Post Office Scheme earn invest Income
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ