નાની બચતો માટે લોકો પોસ્ટ ઓફિસ પર વધારે ભરોસો મુકતા હોય છે. પરંતુ શું આપને જાણ છે કે એક વર્ષની અંદર એક નક્કી સીમા કરતા વધારે પૈસા કાઢવામાં આવે તો તેના પર TDS કપાઈ શકે છે. કેન્દ્ર સરકારે ચાલુ નાણાંકીય વર્ષમાં નવા નિયમો લાગુ કરી દીધા છે.
કેન્દ્ર સરકારે કરી જોગવાઈ
નવો નિયમ ચાલુ નાણાંકીય વર્ષમાં જ લાગુ
એક કરોડથી વધુ નાણા નીકાળવા પર TDS
એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુ નાણા કાઢ્યા તો 2 ટકા TDS
એક ખબર અનુસાર કેન્દ્ર સરકારે કે જોગવાઈ કરી છે તે અનુસાર જો તમે 1 સપ્ટેમ્બર, 2019 બાદ ચાલુ નાણાંકીય વર્ષમાં પોતાના એકાઉન્ટમાંથી એક કરોડથી વધુ રૂપિયા કાઢો છો તો તમારે 2 ટકા TDS આપવું પડશે. સાથે જ એ નક્કી કરવું પડશે કે એકાઉન્ટ હોલ્ડરે પોતાનું પેન કાર્ડ પોસ્ટ ઓફીસની સિસ્ટમથી લિંક કરાયેલ છે. કેન્દ્ર સરકારે Income Tax Act, 1961માં જોગવાઈ કરી છે જે અનુસાર નાણાંકીય વર્ષ 2019—20માં એક કરોડથી વધુ રૂપિયા કાઢવમાં આવે તો 2 ટકા TDS કાપવામાં આવશે. આ નિયમ 1 સપ્ટેમ્બર 2019થી લાગુ પણ કરી દેવામાં આવ્યા છે.
સેક્શન 194Nને 1 સપ્ટેમ્બર 2019થી લાગુ કરી દેવામાં આવ્યું
CBDTએ પણ આ મુદ્દે સફાઈ આપી દીધી છે જેમાં કહેવામાં આવ્યું છે 'લોકોની ચિંતા દૂર કરીને આ સ્પષ્ટ કરવામાં આવે છે કે સેક્શન 194Nને 1 સપ્ટેમ્બર 2019થી લાગુ કરી દેવામાં આવ્યું છે. એવામાં જો 1 સપ્ટેમ્બર 2019 બાદ કોઈ પણ એકાઉન્ટમાંથી 1 કરોડથી વધારે રૂપિયા ઉપાડવાનાં આવે તો 2 ટકા TDS ચૂકવવો પડશે
આ નિયમ ચાલુ નાણાંકીય વર્ષથી લાગુ કરી દેવામાં આવ્યું છે અને ઉપાડેલા પૂરાં નાણા આખા નાણાંકીય વર્ષ પર કેલ્કયુલેટ કરવામાં આવશે. એટલે એક વર્ષમાં એક કરોડથી વધારે ઉપાડવામાં આવે અથવા તો 31 ઓગસ્ટ પહેલાં પણ જો એક કરોડ રૂપિયા કાઢ્યા હોય તો બે ટકા TDS કપાશે.