બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:53 PM, 9 August 2024
અત્યારે દરેક પોતાના કે પોતાના બાળકના ભવિષ્ય માટે રોકાણ કરતાં હોય છે. બધા જ લોકોની રોકાણ કરવાની ક્ષમતા અલગ-અલગ હોય છે. માટે જ પોસ્ટ દ્વારા એક સ્મોલ સેવિંગ સ્કીમ (આરડી સ્કીમ) શરૂ કરવામાં આવી છે, આ સ્કીમમાં તમને સુરક્ષિત મૂડી સાથે સારું વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસની આરડી સ્કીમ કે જે તમને લાખોપતિ બનાવી શકે છે. જેમાં દર મહિને ફિક્સ રકમ ઇન્વેસ્ટ કરીને પછીના 10 વર્ષમાં 8 લાખ કરતાં પણ વધારે રૂપિયા મેળવી શકો છો. તો ચાલો આ સ્કીમ વિશે વિગતે માહિતી મેળવીએ.
ADVERTISEMENT
પોસ્ટ ઓફિસની આ સ્કીમ નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેક વય માટે ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે, પોસ્ટ ઓફિસમાં આ સ્કીમને ઇન્વેસ્ટ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્કીમ માનવામાં આવે છે. આ સ્કીમમાં મળતા વ્યાજની મુદ્દત 5 વર્ષ સુધીની હોય છે. જેને તમે વધારીને 10 વર્ષ કરી શકો છો. ગયા વર્ષે આ સ્કીમમાં ઇન્વેસ્ટ પર મળતા વ્યાજનો દર 6.5થી વધારીને 6.7 કરવામાં આવ્યો છે જેથી ગ્રાહકોને વધારે ફાયદો મળી શકે.
ADVERTISEMENT
સગીરને પણ મળશે આ સ્કીમનો લાભ
તમારું બાળક હજુ સગીર વયનું છે તો પણ તમે પોસ્ટ ઓફિસમાં આરડી ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમમાં 100 રૂપિયાનું રોકાણ કરીને શરૂઆત કરી શકો છો. વધુ રોકાણ કરવા માટે કોઈ લિમિટ રાખવામાં નથી આવી. પોસ્ટમાં સગીર બાળકો પણ ખાતું ખોલાવી શકે છે, પરંતુ ખાતું ખોલાવતા સમયે તેમના માતા-પિતાના ડોક્યુમેન્ટની અવશ્ય જરૂર પડે છે.
લોન પણ મેળવી શકશો
તમે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમનો લાભ લેવા માટે ખાતું ખોલાવ્યું છે, આ સ્કીમમાં પ્રિ-મેચ્યોર ક્લોઝરની સુવિધા આપવામાં આવે છે. આ સુવિધાના કારણે તમે ખાતું ખોલાવ્યું હોય અને કોઈ સમય-સંજોગના કારણે ટાઈમ લિમીટ પહેલા ખાતું બંધ કરાવવું હોય તો પણ ખાતાને તમે બંધ કરવી શકો છો. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં તમે લોન પણ મેળવી શકો છો. પરંતુ એક શરત છે કે, તમારું ખાતું ખોલાવ્યાના 1 વર્ષ પછી જ લોન લઈ શકાય છે. આ સ્કીમમાં તમને તમારા એકાઉન્ટમાં જમા રૂપિયાના 50% સુધીની લોન મળે છે, જેનો વ્યાજદર 2 ટકાથી વધારે રહેશે.
જાણો વળતર કેટલું રહેશે?
જો તમે પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં ખાતું ખોલાવ્યું છે અને તે ખાતામાં દર મહિને 5 હજાર રૂપિયા જમા કરાવો છો, તો તેમાં પાંચ વર્ષ બાદ 3 લાખ રૂપિયા જમા હશે. આ રકમમાં તમને 6.7 ટકા વ્યાજ મળે છે જે 3 વર્ષમાં 56,830 રૂપિયા હશે, એટલે કે 5 વર્ષ પછી તમારા ખાતામાં વ્યાજ સાથે 3,56,830 રૂપિયા જમા હશે. જો તમારા ખાતાની સમય મર્યાદા પાંચ વર્ષથી વધારીને 10 વર્ષ કરો છો તો તમારા ખાતામાં 6,00,000 રૂપિયા જમા હશે અને 6.7 ટકા વ્યાજ લેખે કુલ રકમ 8,54,272 રૂપિયા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.