બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / તમારા કામનું / આ છે પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જેમાં દર મહિને જમા કરો આટલાં રૂપિયા, બની જશો લાખોપતિ!

photo-story

8 ફોટો ગેલેરી

તમારા કામનું / આ છે પોસ્ટ ઓફિસની ગજબ સ્કીમ, જેમાં દર મહિને જમા કરો આટલાં રૂપિયા, બની જશો લાખોપતિ!

Last Updated: 11:30 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Post Office Recurring Deposit Scheme: પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત આ સરકારી સ્મોલ સેવિંગ સ્કીમ પર 6.7 ટકાના વ્યાજ દરથી વ્યાજ ઓફર કરવામાં આવે છે. તેમાં રોકાણ માટે મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષ નક્કી કરવામાં આવ્યો છે.

1/8

photoStories-logo

1. પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સ

પોસ્ટ ઓફિસની સ્મોલ સેવિંગ સ્કીમ્સને સુરક્ષિત રોકાણની સાથે શાનદાર રિટર્ન આપવાની રીતે જોવામાં આવે છે. તેની આવી જ એક લોકપ્રિય સ્કીમ છે પોસ્ટ ઓફિસ આરડી જે લાખોપતિ બનાવી શકે છે. તેમાં દર મહિને એક નક્કી રકમ ઈન્વેસ્ટમેન્ટ કરતા તમે 10 વર્ષમાં 8 લાખ રૂપિયાથી વધારેનું ફંડ જમા કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. કેટલું મળશે વ્યાજ?

પોસ્ટ ઓફિસમાં દરેક વર્ગના લોકો માટે સેવિંગ સ્કીમ્સ ચાલી રહી છે. તેમાં શામેલ પોસ્ટ ઓફિસ રીકરિંગ ડિપોઝિટ સ્કીમ રોકાણના બેસ્ટ ઓપ્શન છે. આ સ્કીમમાં મેચ્યોરિટ પીરિયડ 5 વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે. જેને વધારીને 10 વર્ષ પણ કરી શકાય છે. જણાવી દઈએ કે વર્ષ 2023માં જ તેમાં રોકાણ પર મળતા વ્યાજદરમાં વધારો કરતા 6.5%થી 6.7% કરવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. ફક્ત 100 રૂપિયાથી ખોલાવી શકાય છે ખાતુ

પોસ્ટ ઓફિસ રીકરિંગ ડિપોઝિટ સ્કીમમાં એકાઉન્ટ તમે કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો. તેમાં 100 રૂપિયાના રોકાણથી શરૂઆત કરવામાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મહત્તમ રોકાણની કોઈ લિમિટ નહીં

આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ લિમિટ નથી. તેમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો છે. પોસ્ટ ઓફિસ આરડીમાં નાબાલિકના નામ પર પણ એકાઉન્ટ ખોલી શકાય છે. જોકે તેમાં માતા-પિતાને પણ ડોક્યુમેન્ટની સાથે પોતાનું નામ આપવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. પ્રી-મેચ્યોર ક્લોઝરની સાથે લોનની સુવિધા

જો તમારે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમમાં એકાઉન્ટ ઓપન કરાવવું છે અને કોઈ મુશ્કેલીઓના કારણે તેને બંધ કરાવવાનું વિચારી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પ્રી-મેચ્યોર ક્લોઝરની સુવિધા પણ આપવામાં આવે છે. જી હાં, તમે ઈચ્છો તો મેચ્યોરિટી પીરિયડ પુરો થયા પહેલા એકાઉન્ટ ક્લોઝ કરાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. લોનની પણ સુવિધા

આ સ્કીમમાં લોનની પણ સુવિધા આપવામાં આવે છે. જોકે એક વર્ષ સુધી એકાઉન્ટ ચાલુ રાખ્યા બાદ જમા રકમના 50 ટકા સુધી લોન આપવામાં આવી શકે છે. તેના વ્યાજદરની વાત કરવામાં આવે તો તમને મળી રહેલા ઈન્ટરેસ્ટ રેટથી 2 ટકા વધારે હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. 5 વર્ષમાં કેટલા રૂપિયા ભેગા થશે?

પોસ્ટ ઓફિસ RDમાં રોકાણ અને ઈન્ટરેસ્ટનું કેલક્યુલેશન કરો તો જો તમે આ સ્કીમમાં દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરશો તો તેના મેચ્યોરિટી પીરિયડ એટલે કે પાંચ વર્ષમાં કુલ 3 લાખ રૂપિયા જમા કરી શકશો તેના પર 6.7 ટકાના વ્યાજદરથી રૂપિયામાં 56,830 રૂપિયા ભેગા થશે. ત્યાર બાદ તમારૂ કુલ ફંડ 3,56,830 રૂપિયા થઈ ગયેલું હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. 10 વર્ષમાં ભેગા થશે આટલા રૂપિયા

જો તમે આ એકાઉન્ટમાં બીજા પાંચ વર્ષ એટલે કે 10 વર્ષ સુધી પૈસા જમા કરવાનું ચાલુ રાખશો તો 6,00,000 રૂપિયા ભેગા થશે. તેની સાથે જ 6.7 રૂપિયાના દરથી તેમાં જમા પર વ્યાજની રકમ 2,54,272 રૂપિયા બનશે. આ હિસાબથી જોવામાં આવે તો 10 વર્ષના સમયમાં તમારૂ કુલ જમા ફંડ 8,54,272 રૂપિયા હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Small Savings Scheme Post Office Post Office Recurring Deposit Scheme

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ