બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / post office bank you can deposit money online in recurring deposit account

યૂટિલિટી / પોસ્ટ ઓફિસમાં RDમાં કરો ઓનલાઈન ફંડ ટ્રાન્સફર, આ છે સરળ રીત

Bhushita

Last Updated: 09:47 AM, 16 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એપની મદદથી તમે પોસ્ટ ઓફિસ RDમાં ઓનલાઈન રૂપિયા જમા કરાવી શકો છો. RDની માસિક રકમ આ એપની મદદથી તમે ઓનલાઈન પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો.

  • હવે મળશે આ ઓનલાઈન સુવિધા
  • પોસ્ટ ઓફિસ RDમાં આ રીતે કરો ફંડ ટ્રાન્સફર
  • આ એપ રૂપિયા ટ્રાન્સફર કરવામાં કરશે તમારી મદદ

પોસ્ટ ઓફિસના રિકરિંગ ડિપોઝિટ ખાતામાં રોકાણ એ એક સારો વિકલ્પ છે. તેમાં તમને નક્કી રેટ પર વ્યાજ મળે છે. RD તમે પોસ્ટ ઓફિસ બેંકમાં ખોલાવી શકો છો. પોસ્ટ વિભાગ એટલે કે ઈન્ડિયન પોસ્ટ અલગ અલગ યોજનાઓ પર અલગ અલગ યોજનાઓ પર અલગ અલગ વ્યાજ ઓફર કરે છે. રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલાવીને ખાતાધારકને મેચ્યોરિટી પર એક ચોક્કસ રકમ આપવામાં આવે છે. હાલના સમયમાં આ સ્કીમમાં 5.8 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ એક સ્મોલ સેવિંગ સ્કીમ છે અને દર 3 મહિનામાં તેનું વ્યાજ બદલાતું રહે છે. 

બેંકના ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમનો સૌથી વધારે ફાયદો મળે

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરવાનો ફાયદો એ છે કે તેમાં તમને બેંકના ફિક્સ્ડ ડિપોઝીટ સ્કીમનો સૌથી વધારે ફાયદો મળે છે. RD એકાઉન્ટ કેશ અને ચેક બંનેની મદદથી ખોલી શકાય છે. આ એકાઉન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોના નામે ખોલી શકાય છે. જે લોકોએ RD એકાઉન્ટ ખોલાવ્યું છે તેઓ સરળતાથી ઘરે બેસીને રૂપિયા જમા કરી શકે છે. 

ઓનલાઈન તમારા RD એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો રૂપિયા

જો તમે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની મદદથી પોસ્ટ ઓફિસ RDમાં ઓનલાઈન રૂપિયા જમા કરી શકો છો. RDની રકમ આ એપના માધ્યમથી ઓનલાઈન તમારા RD એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ શકે છે. અર્થ એ છે કે તમે તમારા RD ખાતામાં રૂપિયા જમા કરવા માટે પોસ્ટ ઓફિસની લાંબી લાઈનમાં ન ઊભા રહો તો ચાલે.

આ રીતે કરો રૂપિયા ટ્રાન્સફર

  • તમારા બેંક એકાઉન્ટથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરો. 
  • DOP પ્રોડક્ટ્સ પર જાઓ અને અહીં રિકરિંગ ડિપોઝિટ પર ક્લિક કરો.
  • આરડીનો એકાઉન્ટ નંબર લખો. અને પછી DOP કસ્ટમર આઈડી પર ક્લિક કરો.
  • ઈન્સ્ટોલમેન્ટ પીરિયડ અને અમાઉન્ટને પસંદ કરો.
  • ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક ત્યારે તમને રૂપિયા ટ્રાન્સફર કરવાનો ઓપ્શન આપશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bank Fund Money Online Transfer Post Office RD deposit transfer એપ ઓનલાઈન ડિપોઝિટ ફંડ ટ્રાન્સફર બેંક Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ