બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / post covid symptoms are appearing in children age group 3 to 10 as multiple system inflammatory

કોરોનાની આડઅસર / માતા-પિતાને થયો હતો કોરોના હવે બાળકો ભોગવી રહ્યા છે પરિણામ, 3થી 10 વર્ષના બાળકોને મોટો ખતરો

Pravin

Last Updated: 01:33 PM, 16 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના દુષ્પરિણામ તરીકે બિહારમાં મલ્ટીપલ સિસ્ટમ ઈંફ્લેમેટરી સિંડ્રોમ એટલે કે એક સાથે કેટલાય અંગોને પ્રભાવિત થવાના કેસો આવી રહ્યા છે. અમુક અપવાદ છોડતા હોસ્પિટલમાં પહોંચનારા મોટા ભાગના બાળકો 3 થી 10 વર્ષની વચ્ચેના છે.

  • કોરોનાના ભયંકર પરિણામ બાળકોમાં જોવા મળ્યા
  • બિહારમાં બે વર્ષમાં આવા 70 બાળકો સામે આવ્યા
  • માતા-પિતાને કોરોના થયા બાદ બાળકો સંક્રમિત થયા

કોરોનાના દુષ્પરિણામ તરીકે બિહારમાં મલ્ટીપલ સિસ્ટમ ઈંફ્લેમેટરી સિંડ્રોમ એટલે કે એક સાથે કેટલાય અંગોને પ્રભાવિત થવાના કેસો આવી રહ્યા છે. અમુક અપવાદ છોડતા હોસ્પિટલમાં પહોંચનારા મોટા ભાગના બાળકો 3 થી 10 વર્ષની વચ્ચેના છે. અત્યાર સુધી એઈમ્સ પટનામાં જ પોસ્ટ કોરોના દુષ્પ્રભાવના કારણે એણઆઈએસ-સીથી પીડિત લગભગ 70 બાળકો ભરતી થઈ ચુક્યા છે. આ ઉપરાંત જન્મની સાથે એમઆઈએસ-સીથી પીડિત એક દુર્લભ કેસમાં ત્રણ બાળકો મહાવીર વાત્સલ્યમાં ભરતી થઈ ચુક્યા છે. આ પ્રકારના અન્ય મોટી હોસ્પિટલમાં પણ એમએસઆઈ-સી પીડિત બાળકો ભરતી થયા છે. 

બે વર્ષમાં સામે આવ્યા આ પ્રકારના 70 બાળકો

એઈમ્સ પટનામાં શિશુ રોગના વિભાગાધ્યક્ષ ડો. લોકેશ તિવારીએ જણાવ્યું હતું કે, ગત બે વર્ષથી કોરોનાના કારણે એમએસઆઈ-સીથી પીડિત 70 બાળકો ભરતી કરવામાં આવ્યા છે. આ તમામની ઉંમર 3થી 10 વર્ષ વચ્ચે હતી. સામાન્ય રીતે 11 અથવા તેની મોટી ઉંમરના બાળકોને અત્યાર સુધી ભરતી કરવામા આવ્યા નથી. સામાન્ય રીતે તેનાથી પીડિત બાળકોમાં વેંટિલેટર ચારથી પાંચ દિવસમાં હટાવી દેવામા આવે છે. 

માતા-પિતાથી સંક્રમિત થઈ બાળકી

હાલમાં જ એક અનોખ કિસ્સો આવ્યો છે, જેમાં ત્રણ વર્ષિય બાળકી 41 દિવસ સુધી વેન્ટિલેટર પર રહી હતી. આ બાળકીના ફેફસા 75 ટકાને નુકસાન થયું હતું. માતા-પિતાને કોરોના થયા બાદ તે સંક્રમિત થઈ હતી અને હવે કોરોના થયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવાની પણ ફરિયાદ આવી રહી છે. આ રોગ એકથી વધારે અંગોમાં ફેલાતો હોવાની આશંકા વચ્ચે હાઈ લેવલ વેન્ટિલેટર સપોર્ટ 34 દિવસ સુધી રાખવામા આવ્યું. ત્યાર બાદ સાત દિવસ સુધી નન ઈનવેસિવ વેન્ટીલેટર પર રાખવામા આવ્યું. 41મા ંદિવસે બાળકીને ભાનમાં આવી અને વેન્ટીલેટર હટાવતા રમવા લાગી હતી. તેના તમામ અંગો સારી રીતે કામ કરવા લાગ્યા હતા. મહાવીર હોસ્પિટલે બાળકીને રજા આપી દીધી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Children covid symptoms inflammatory post covid symptoms corona
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ