બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / છેલ્લાં 4 વર્ષથી બંધ પડેલી સી પ્લેન સર્વિસમાં ફરીથી પ્રાણ ફૂંકાશે, સિવિલ એવિએશન વિભાગે દર્શાવી તૈયારી
Last Updated: 01:07 PM, 11 November 2024
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી બંધ પડેલ સી પ્લેન સર્વિસમાં પ્રાણ ફૂંકાશે. કેમ કે કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગે પીએમ મોદીના લક્ષ્યદીપ ટાપુ ની મુલાકાત બાદ 11 મહિના બાદ સી પ્લેન પ્રોજેકટ શરૂ કરવા તૈયારી દર્શાવી છે. જ્યાં અમદાવાદ સહિત ના 16 રૂટ પર સી પ્લેન ચલાવવાની તૈયારી કરાઈ રહી છે. જે અંતર્ગત ગુરુવારે નવું સી પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું. તો લક્ષદીપ ટાપુ પર સી પ્લેન સેવા શરૂ કરવાને લઈને સર્વે શરૂ કરાયો. જે કામ સ્પાઇજેટ એરલાઇન્સ ને સોંપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તો આ સાથે જ ગુજરાતમાં વિવિધ તબક્કામાં કામ શરૂ કરાશે. જેનો પ્રથમ તબક્કો શરૂ કરી દેવાયો છે. જ્યાં સાબરમતી નદી રિવર ફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી. શેત્રુંજી નદી. દ્વારકા શિવરાજપુર બીચ સહિત વિવિધ રૂટનો સમાવેશ થાય છે. એટલે કે અમદાવાદ ખાતે બંધ પડેલ સી પ્લેન સેવા ફરી શરૂ થવાના અણસાર દેખાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2020માં વડા પ્રધાને સાબરમતી નદી ખાતે સી પ્લેન સેવા શરૂ કરી જે સેવા એક વર્ષ ચાલી. પછી સી પ્લેન સેવા ખોરંભે ચડી અને બંધ પડી. જે સેવા ફરી શરૂ થાય તેવી શકયતા લાગી રહી છે. અને જો તે સેવા યોગ્ય ચાલે તો વડાપ્રધાન નો આ ડ્રીમ પ્રોજેકટ સફળ બની શકે છે.
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાં સર્વેની કામગીરી શરૂ કરાશે
જોવાલાયક સ્થળો પર પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ રૂટ પર સી-સ્પેલન સેવા શરૂ કરવા કેન્દ્ર સરકારનાં સિવિલ એવિયેશન વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. જેને લઈ સી-પ્લેન સેવાની પ્રથમ તબક્કાનાં રૂટની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવ છે. તેમજ સ્પાઈસજેટ એરલાઈન્સને આ કામગીરી સોંપવામાં આવી છે.
ટુરિઝમ વિભાગે શું કહ્યું?
આ બાબતે ગુજરાત ટુરિઝમ વિભાગે જણાવ્યું હતું કે, સી-પ્લેન અમદાવાદ ખાતે આવ્યું હતું. તેમજ ભારતનાં વિવિધ રૂટ પર સેવા શરૂ કરવા માટે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ આગામી સમયમાં ફરી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT