બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Poshi Poonam programs will not be held in Ambaji
Kiran
Last Updated: 09:22 PM, 4 January 2022
ADVERTISEMENT
ગુજરાતમાં વધતા કોકોના સંક્રમણને પગલે અંબાજી મંદિરમાં કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. પોષી પુનમને લઈને અંબાજી મંદિર ખાતે યોજાનાર શોભાયાત્રા તેમજ સાંસ્કુતિક કાર્યક્રમો પણ મંદિર સંચાલકો દ્વારા રદ કરવામાં આવ્યા છે. આજે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તેમજ ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અંતરગર્ત રાજ્યમાં વધતા કોરોના સંક્રમણના પગલે આગામી પોષી પૂનમ નિમિતે દિવસમાં ધાર્મિક તેમજ સાંસ્કૂતિક કાર્યક્રમો નહીં યોજી શકાય.
પોષી પુનમને લઇ અંબાજી મંદિરમાં કાર્યક્રમો રદ
આજે અંબાજી ખાતે મળેલી મહત્વની બેઠકમાં ધાર્મિક ઉત્સવ સેવા સમિતિમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પોષી પૂનમ નિમિતે ગબ્બરથી માતાજીની અખંડ જ્યોત મંદિરે લાવવામાં આવશે. યાત્રિકોના ધસારાને લઇ દર્શનના સમયમાં વધારો કરવામા આવશે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સરકારની કોવિડ ગાઈડલાઈન્સ મુજબ દર્શનની વ્યવસ્થા કરાશે. ત્યારે યાત્રિકોને પણ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
શોભાયાત્રા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો કરાયા રદ
મહત્વનું છે કે કે પોષી પુનમના દિવસે અંબાજી ખાતે ખૂબ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો તરફથી વિભિન્ન કાર્યક્રમોનું આયોજન થતું હોઈ છે. સ્થાનિક યુવાનો પ્રતિવર્ષ શોભાયાત્રા યોજતા હોય છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે ત્યારે આજે સરકારની તમામ ગાઈડલાઈનનું પાલન થાય તેમ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે એટલું જ નહીં મંદિર દ્વારા જે યાત્રાળુઓ દર્શન માટે આવવાના હોય તેઓએ રસીના બંને ડોઝ લીધા હોવા જરુરી છે તેવો નિર્દેશ કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.