બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 09:06 AM, 5 January 2021
ADVERTISEMENT
હાલમાં જ પોર્ટુગલના હેલ્થ વર્કર સોનિયાની ઓટોપ્સી કરાઈ છે અને મોતનું કારણ નક્કી કરાઈ રહ્યં છે. બ્રિટન બાદ ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપની ફાઈઝરની કોરોના વેક્સીનની સાઈડ ઈફેક્ટના કેસ આવી રહ્યા છે જેને લઈને ફરીથી એક વાર ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.
Portuguese health worker, 41, dies two days after getting the Pfizer covid vaccine https://t.co/3rbwycD0Qi
— Daily Mail Online (@MailOnline) January 4, 2021
ADVERTISEMENT
પિતાએ લગાવ્યો આરોપ
મળતી માહિતી અનુસાર સોનિયા પોર્તો શહેરના के Portuguese Institute of Oncology માં કામ કરી રહી હતી. તેઓને કોઈ ગંભીર બીમારી કે સાઈડ ઈફેક્ટ ન હતી. વેક્સિન લેતા પહેલાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. સોનિયાના પિતા સબિલિયો અસેવેડોએ માહિતી આપતાં કહ્યું કે તે પહેલાં એકદમ સ્વસ્થ હતી. તેને હેલ્થ રીલેટેડ કોઈ તકલીફ ન હતી. તેને કોરોનાના કોઈ લક્ષણો પણ ન હતા અને એક દિવસ પહેલાં તેને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી. તેઓએ કહ્યું કે તેને શુ થયું કે તેનું મોત થઈ ગયું તેનો મને જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા 2 બાળકોની માતા પણ હતી.
1 જાન્યુઆરીએ થયું હતુ મોત
પોર્ટુગલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓનકોલોજીએ નિવેદન જાહેર કરતાં કહ્યં છે કે સોનિયાને 30 ડિસેમ્બરે વેક્સિન અપાઈ હતી અને 1 જાન્યુઆરીએ તેનું મોત થયું. સોનિયામાં વેક્સિન લીધા બાદ કોઈ સાઈડ ઇફેક્ટ જોવા મળી ન હતી. તેના મોતનું કારણ શોધવામાં આવી રહ્યું છે. સોનિયાના હેલ્થ રેકોર્ડ અનુસાર તે સ્વસ્થ હતી.
આ દેશોમાં પણ જોવા મળ્યા સાઈડ ઈફેક્ટના કેસ
અન્ય તરફ ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપની ફાઈઝરની વેક્સિનના સાઈડ ઈફેક્ટના કેસ આવી રહ્યા છે. ડ્રગ એજન્સીા અનુસાર 4 લોકોમાં વેક્સિનના સાઈડ ઇફેક્ટ જોવા મળ્યા છે અને સાથે કહેવાયું છે કે જે લોકોમાં વેક્સિનની સાઈડ ઈફેક્ટના કેસ જોવા મળ્યા છે તેમાં 2ને પહેલાથી દર્દ અને અન્ય 2ને પહેલાંથી સુસ્તી અને તાવની તકલીફ જોવા મળી હતી.
આ પહેલાં પણ ફિનલેન્ડમાં 5 લોકોને ગંભીર સાઈડ ઈફેક્ટ થયા હોવાનું સામે આવ્યું છે. ફાઈઝરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આખી દુનિયામાં ઈમરજન્સી યૂઝ માટે અપ્રૂવ કરી રાખ્યું છે. બ્રિટનમાં પણ 2 હેલ્થ વર્કરમાં આ વેક્સિનની સાઈડ ઇફેક્ટના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી દુનિયાભરમાં ફાઈઝરે એલર્જી સાથે જોડાયેલા દર્દીઓને કોરોના વેક્સિન માટે ઉપયોગ સંબંધી એડવાઈઝરી પણ જાહેર કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.