શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુંદ્રા પર ગુસ્સે થઈને કહ્યું કે, તેમણે પોતાની એપ અને બિઝનેસ વિશે શિલ્પાને જણાવવું જોઈતું હતું.
રાજ કુંદ્રા પર ભડકી શિલ્પા શેટ્ટી
પરિવારનું નામ બગાડવાની કહી વાત
જોર જોરથી રોવા લાગી શિલ્પા
પોર્નોગ્રાફી મામલે હાલ રાજ કુંદ્રા પોલીસ કસ્ટડીમાં છે. ક્રાઈમ બ્રાન્ચ જ્યારે વધુ તપાસને માટે રાજ કુંદ્રાને લઈને તેના ઘરે આવી ત્યારે તેને જોઈને શિલ્પા શેટ્ટી ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. પતિને જોઈને તે ખૂબ બૂમો પાડવા લાગી હતી.
જોર જોરથી રડવા લાગી શિલ્પા
જણાવવામાં આવી રહ્યું છે કે 23 જુલાઈએ જ્યારે મુંબઈ પોલીસ રાજ કુંદ્રાને લઈને શિલ્પાના ઘરે પહોંચી હતી ત્યારે તે ખૂબ જ ગુસ્સામાં હતી. તેણે બૂમો પાડતા કહ્યું- 'તમારા બિઝનેસથી મારા પરિવારની ખૂબ બદનામી થઈ રહી છે. આ કારણે મારા હાથમાંથી ઘણા પ્રોજેક્ટ્સ જતા રહ્યા છે.'
શિલ્પાએ રાજને કહ્યું કે તેના બિઝનેસ વિશે તેણે તેને જણાવવું જોઈતું હતું. આટલુ કહ્યા બાદ તે જોર જોરથી રોવા લાગી અને શિલ્પાને રોતા જોઈને રાજની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
રાજકુંદ્રાને 14 દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે
આ બાજુ સેશન કોર્ટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની અરજી ફગાવતા મંગળવારે રાજ કુંદ્રાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. કોર્ટે સ્પષ્ટ કહીં દીધું છે કે હવે પહેલા પોલીસ વધુ પુરાવા લઈને આવે ત્યાર બાદ તેમને પુછપરછની પરવાનગી આપવામાં આવશે. રાજ કુંદ્રાએ બોમ્હે હાઈકોર્ટમાં જામીન અરજી કરી છે. તેના પર પણ આજે જ ચુકાદો આવી શકે છે. આ બાજુ કોર્ટે મોડલ પૂનમ પાંડે અને શર્લિન ચોપડાને પણ 20 સપ્ટેમ્બર સુધી ધરપડકથી રાહત આપી દીધી છે.
પોર્ન મામલામાં તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે પોતાની ચાર્જશીટમાં કુંદ્રા સાથે જોડાયેલી એક પાવર પોઈન્ટ પ્રેઝેન્ટેશન પણ જાહેર કરી છે. જેમાં બોલીફેમ કંપની દ્વારા થવાના ભવિષ્યના નફોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બોલીફેમને રાજ કુંદ્રાએ એક ચેટમાં પોતાનો પ્લાન બી ત્યારે જણાવ્યો હતો જ્યારે હોટશોટ એપને ગુગલ અને એપલે બંધ કરી દીધી હતી.
આવનાર ત્રણ વર્ષમાં થવાની હતી આટલી કમાણી
સૂત્રોના જણાવ્યા અનુસાર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આવનાર ત્રણ વર્ષની ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જે અનુસાર 2021-22માં ગ્રોસ રેવન્યૂ 36,50,000 રૂપિયા જણાવવામાં આવ્યા છે જેમાં પ્રોફિટ 4,76,85,000 જણાવવામાં આવ્યો છે તો વર્ષ 2022-23માં ગ્રોસ રેવેન્યૂ 73,00,00,000 રૂપિયા જણાવવામાં આવ્યા છે જ્યારે પ્રોફિટ 4,76,85,000 જણાવ્યો છે. જ્યારે ત્રીજા વર્ષે 2023-24માં ગ્રોસ રેવેન્યૂ 146,000,000 રૂપિયા છે તો નેટ પ્રોફિટ 30,42,01,400 રૂપિયા દર્શાવવામાં આવ્યા છે.