વલખાં /
પોરબંદરનાં 27 ગામો ભરઉનાળે પાણીની અછત વચ્ચે પણ જીવી રહ્યાં છે ટેન્કરને સહારે
Team VTV08:15 PM, 15 May 19
| Updated: 08:43 PM, 15 May 19
રાજ્યમાં ઉનાળો હવે તેનાં અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે પાણીનાં પોકારો તીવ્ર બનવા લાગ્યાં હોય. રાજ્યનાં અનેક ગામોમાં પાણીની અછતની બૂમ ઊઠી રહી છે. પરંતુ તેમ છતાં રાજ્યમાં કેટલાંક ગામો એવાં પણ છે કે, જ્યાં પાણી માટે સ્થાનિક ગ્રામજનોએ જાતે જ વ્યવસ્થા ઊભી કરી છે. આ છે પોરબંદરનું રાણાબોરડી ગામ.
રાજ્યમાં ઉનાળો તેની ચરમસીમા પર પહોંચ્યો છે. ગામડાઓમાં સ્થાનિક જળસોર્સ સૂકાવા લાગ્યાં છે. ત્યારે જરૂરિયાતનું ખૂટતું પાણી મેળવવા માટે ટેન્કર પર આધાર રાખવો પડી રહ્યો છે. જો કે પાણીની તંગી વચ્ચે કેટલાંક ગામડાઓમાં પોતીકી રીતે જળ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. જળ વ્યવસ્થાપનની આ સ્થાનિક વ્યવસ્થા દ્વારા લોકો માટે ઉનાળો સહ્ય લાગી રહ્યો છે.
રાજ્યમાં ઉનાળો હવે તેનાં અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે સ્વાભાવિક છે કે પાણીનાં પોકારો તીવ્ર બનવા લાગ્યાં હોય. રાજ્યનાં અનેક ગામોમાં પાણીની અછતની બૂમ ઊઠી રહી છે. પરંતુ તેમ છતાં રાજ્યમાં કેટલાંક ગામો એવાં પણ છે કે, જ્યાં પાણી માટે સ્થાનિક ગ્રામજનોએ જાતે જ વ્યવસ્થા ઊભી કરી છે. આ છે પોરબંદરનું રાણાબોરડી ગામ. ગત વર્ષે આ વિસ્તારમાં ઓછો વરસાદ પડવાનાં કારણે આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ સ્થાનિક જળસોર્સ સુકાઈ ગયાં છે.
જો કે, આ વિસ્તારનાં કેટલાંક ગામોમાં જૂથ યોજનાઓમાંથી પાણી આપવામાં આવી રહ્યું છે. પરંતુ તે અપૂરતું છે. આથી પોરબંદર જિલ્લાનાં રાણાબોરડી સહિત રામગઢ, ધરમપુર અને પીપળીયા જેવાં ગામોમાં સ્થાનિક ગ્રામપંચાયતો દ્વારા ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. પોરબંદરનાં અનેક ગામોમાં જે તે ગામની વસ્તીનાં ધોરણે ટેન્કર દ્વારા આજુબાજુનાં વિસ્તારમાંથી પાણી લાવી આપવામાં આવે છે.
પોરબંદરનાં 27 ગામોમાં વસ્તી જરૂરીયાત મુજબ ટેન્કર મારફત પાણી આપવામાં આવી રહ્યું છે. ટેન્કર દ્વારા જે તે ગામનાં સંપમાં પાણી ઠાલવવામાં આવે છે પછી તેમાંથી સ્ટેન્ડ પોસ્ટ દ્વારા લોકો પાણી મેળવી રહ્યાં છે. 27 ગામોમાં દરરોજનાં 119 ફેરા મુજબ 11 લાખ 90 હજાર લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. એ જોતાં જ માથાદીઠ 35 લિટર પાણી આપવામાં આવી રહ્યું છે.
લોકોને પાણી માટે જવાદારી જે તે ગ્રામપંચાયતને સોંપવામાં આવી છે. ગામડાઓનાં અંતર પ્રમાણે ટેન્કરનાં ભાવ નકકી કરવામાં આવ્યાં છે. જો કે હવે ઉનાળો તેનાં અંત તરફ છે. આકાશમાં વાદળાઓ ચોમાસાનાં આગમની છડી પોકારી રહ્યાં છે. ત્યારે આશા રાખીએ કે ચોમાસું વહેલું શરૂ થાય અને લોકોને પાણીની તંગીમાંથી જલ્દી છૂટકારો મળી રહે.