પોરબંદરઃ ગોસાબારમાં IBનું સર્ચ ઓપરેશન, RDX અથવા જૂનું સોનુ હોવાનું અનુમાન, પોલીસ-પ્રેસ પર પ્રતિબંધ

By : hiren joshi 07:00 PM, 10 October 2018 | Updated : 07:00 PM, 10 October 2018
પોરબંદરઃ દિલ્હી પોલીસ, NIA અને ATSની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ગોસાબાર RDX લેન્ડિગવાળી જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. NIA અને ATSની ટીમ દ્વારા વહેલી સવારથી જ સર્ચ શરૂ કર્યુ છે.
 
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, હથિયાર છુપાવ્યા હોવાની આશંકાને લઇને તપાસ શરૂ કરવામાં આવી છે. IBના ઇનપૂટના આધારે હથિયાર અને RDXને લઇને સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. દરગાહ પાસેની જગ્યા પર ATS ટીમની હાજરીમાં ખોદકામ કરવામાં આવી રહ્યુ છે. 

એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ જમીનમાં સોનુ દટાયેલુ છે. સમુદ્ર કિનારે વર્ષો જુનુ સોનુ જમીનમાં દાટેલ હોવાનું IBનું અનુમાન છે. સર્ચ ઓપરેશન સ્થળ પર સ્થાનિક પોલીસ અને મીડિયાકર્મીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર છાવણીમાં ફેરવાયો છે.

આ મામલે સ્થાનિક પોલીસ પણ અજાણ છે. તપાસ દરમિયાન મીડિયાકર્મીઓને પણ પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ATS દ્વારા પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટરની પણ અટકાયત કરવામાં આવી છે. જેના કારણે ગેંગસ્ટરોમાં ફફડાટ ફેલાયો છે.Recent Story

Popular Story