બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 88 વર્ષની ઉંમરે ખ્રિસ્તી ધર્મગરુ પોપ ફ્રાન્સિસનું નિધન, દુનિયા શોકમગ્ન!

અવસાન / 88 વર્ષની ઉંમરે ખ્રિસ્તી ધર્મગરુ પોપ ફ્રાન્સિસનું નિધન, દુનિયા શોકમગ્ન!

Last Updated: 02:44 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pope Francis News: પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમનું 88 વર્ષની ઉમરે અવસાન થયું. વેટિકને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તે ઘણા સમયથી બીમાર હતા.

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. તેમનું 88 વર્ષની ઉંમરે અવસાન થયું. વેટિકને તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

થોલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને ફેફસાના ઇન્ફેક્શનને કારણે 5 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 14 ફેબ્રુઆરીના રોજ રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા અને એનિમિયાની પણ સારવાર ચાલી રહી હતી. જોકે પછી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

વેટિકને સોમવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તેઓ રોમન કેથોલિક ચર્ચના પહેલા લેટિન અમેરિકન પાદરી હતા. તેમને બંને ફેફસામાં ન્યુમોનિયા હતો, જેના કારણે તેમની હાલત ગંભીર રહી. તે ઘણા સમયથી હોસ્પિટલમાં હતો. તેઓ 38 દિવસ સુધી હોસ્પિટલમાં હતા અને તાજેતરમાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમનું અવસાન તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા પર થયું.

પોપ ફ્રાન્સિસ રવિવારે ઇસ્ટરના મોકા પર સરપ્રાઈઝ પબ્લિક અપિયરન્સ આપ્યુ હતું. તેમણે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં 35,000 લોકોની ભીડનું હાથ મિલાવીને સ્વાગત સ્વીકાર્યું. વેટિકન કાર્ડિનલ કેવિન ફેરેલે કહ્યું કે પોપ ફ્રાન્સિસનું સમગ્ર જીવન ભગવાનની સેવામાં સમર્પિત રહ્યું.

કોણ હતા પોપ ફ્રાન્સિસ?
પોપનો જન્મ 17 ડિસેમ્બર, 1936 ના રોજ આર્જેન્ટિનાના ફ્લોરેસ શહેરમાં થયો હતો. પોપ બનતા પહેલા તેઓ જોર્જ મારિયો બર્ગોગ્લિયોના નામથી જાણીતા હતા. પોપે તેમના જીવનનો મોટાભાગનો સમય આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ એરેસમાં વિતાવ્યો હતો.

વધુ વાંચો: 4G, 5G નહીં, આવી રહ્યું છે 10G નેટવર્ક, હવે સેકન્ડોમાં મૂવી થઇ જશે ડાઉનલોડ

1000 વર્ષમાં પોપ બનનારા પ્રથમ બિન-યુરોપિયન પોપ ફ્રાન્સિસ એક આર્જેન્ટિનાના જેસુઈટ પાદરી હતા જે 2013માં રોમન કેથોલિક ચર્ચના 266 મા પોપ બન્યા. તેમને પોપ બેનેડિક્ટ સોળમાના અનુગામી તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પોપ ફ્રાન્સિસ 1,000 વર્ષમાં કેથોલિક ધર્મમાં સર્વોચ્ચ પદ પર પહોંચનારા પ્રથમ બિન-યુરોપિયન હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pope Francis Pope Francis News World News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ