ડીસા / એક એક દાણાની કિંમત શું હોય તે ખરે ખર આ દ્રશ્યો જોઈને લોકોને સમજાશે

કોરોનાની મહામારીને લઈ દેશભરમાં હાલ રોજ ખાઈને રોજ કમાતા લોકોની હાલત ખરાબ છે .તેઓ અત્યાર લોકો પણ નિર્ધાર રાખીને બે સમયનું ભોજન રળે છે. ત્યારે ડીસામાં આજે લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. એક ખાનગી વાહતમાં બાજરી લઈ જવાતી હતી અને બમ્પ આવતા આ બાજરી ઢોળાઈ હતી તો ઘેટા બકરા ચારતા બે લોકો તેને કપડા વડે સાઈડમાં કરીને તેને વીણી રહ્યા હતા. અને દાણાની કિંમત શું હોય તે ખરે ખર આજે આ દ્રશ્યો જોઈને લોકોને સમજાશે. આ લોકોની વ્યથા એવી છે કે તેઓ માગીને ખાતા શરમાય છે અને હાલ કોઈ કામ નથી જેના કારણે તેઓ આ દુખના સમયમાં પણ આ રોડ પરની બાજરી વીણીને આનંદ અનુભવી રહ્યા છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ