poonam pandey talks about her game plan in show lock up
મનોરંજન /
હૉટ હોવું ગુનો હોય તો હું જીંદગીભર સજા ભોગવવા તૈયાર છું, 'લોકઅપ'માં જતાં પહેલા બોલ્ડ અભિનેત્રીએ કહ્યું
Team VTV11:54 AM, 25 Feb 22
| Updated: 11:59 AM, 25 Feb 22
Lockup શોના કન્ટેસ્ટંટ ધીરે ધીરે રીવીલ થઇ રહ્યા છે. પૂનમ પાંડે પણ આ શો સાથે જોડાવા જઈ રહી છે. પૂનમ પોતાના ગેમ પ્લાન, શો ને લઈને અમુક વાત કરે છે.
પૂનમ પાંડે લોકઅપ માટે ઉત્સુક
શું છે પૂનમનો ગેમ પ્લાન?
લોકો મને એક અલગ જ રૂપમાં જોશે- પૂનમ
એક્ટ્રેસ Poonam Pandey અવારનવાર પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવતી રહે છે. તેમની બોલ્ડનેસ ગયા ઘણા વર્ષોથી ચર્ચામાં બની રહેલ છે
Lockup શોના કન્ટેસ્ટંટ ધીરે ધીરે રીવીલ થઇ રહ્યા છે. કંગનાના આ શોમાં મોટાભાગના કોન્ટોવર્સીયલ કોન્ટેસ્ટંટ જોવા મળશે. નિશા રાવલ, મુનવ્વર ફારૂકી બાદ હવે પૂનમ પાંડે પણ આ શો સાથે જોડાવા જઈ રહી છે. પૂનમ પોતાના ગેમ પ્લાન, શો એ લઈને અમુક વાત કરે છે.
લોકઅપને લઈને ઉત્સુક છે પૂનમ પાંડે
કોન્સેપ્ટ વિષે વાત કરતા પૂનમમ કહે છે કે સૌથી મજેદાર વાત એ છે કે મારા પર આ શોએ આરોપ લગાવ્યો છે કે હું બોલ્ડ તથા હોટ છું. હું તો કહીશ કે જો બોલ્ડ તથા હોટ હોવું ગુણો છે તો હું જીવનભર સજા ભોગવવા તૈયાર છું. હું આ આરોપ માટે ક્યારેય શર્મિંદા થઈશ નહિ કેમકે હું તો આના પર પ્રાઉડ ફિલ કરું છું.
પૂનમ આગળ કહે છે કે અમે એક્ટર્સને અંદાજો આવી જાય છે કે શો ક્યા પ્રકારનો સાબિત થશે. તમે જ વિચારો 16 કોટ્રોવર્સીયલ પર્સનાલીટીને તમે એકસાથે લોકઅપમાં બંધ કરી રહ્યા છો. આ પર તડકો એ છે કે કંગના રનૌત આ શોને હોસ્ટ કરી રહી છે. આ વિચારીને થ્રિલ આવી જાય છે. હું ખૂબ જ ઉત્સુક છુ. હવે મને નથી ખબર મારી કોની સાથે બનશે તથા કોબની સાથે ઝઘડો થશે. જે પણ થશે, એટલો તો ખ્યાલ છે કે શો સાથે જોડાવાથી ફાયદો જરૂર થશે.
પૂનમ પોતાની સ્ટ્રેટજી વિષે વાત કરતા કહે છે કે મેં લોકોના મગજમાં મારી જે ઈમેજ બનાવીને રાખી છે, પૂનમ પાંડે તેના કરતા એક અલગ જ રૂપમાં જોવા મળશે. દિલથી ઇચ્છુ છું કે હું જે છું તે રિયલ દેખાઉં ન એ કે જે ચાર હેડલાઈનમાં પરિભાષિત કરવામાં આવે છે. હું દાવો કરું છું કે આ પૂનમને કોઈએ નહિ જોઈ હોય. લોકોએ મને બસ વિવાદોને કારણે જ ઓળખી પરંતુ હું અહી પોતાના રિયલ ઈમોશન્સ સાથે રહીશ. લોકોને મારા જીવનનો અંદાજો નથી. હું કેટલું રડી છું, મારા પર શું વિતી છે, હવે આ બધું તેમને જાણવા મળશે.