એક એવું મંદિર જ્યાં ભગવાનની નહીં કૂતરાંની થાય છે પૂજા

By : krupamehta 12:48 PM, 29 November 2018 | Updated : 12:48 PM, 29 November 2018
અત્યાર સુધી આપણે ભગવાનની પૂજા, નાગદેવતાની પૂજા, નંદી બેલની પૂજા અને દર્શન માટે સાંભળ્યું હતું. પરંતુ ક્યારેય પણ કૂતરાની પૂજા માટે સાંભળ્યું નહતું. તમે પણ ચોંકી ગયાને આ વાત સાંભળીને? પરંતુ અમે જે મંદિરની વાત કરી રહ્યા છીએ એ આપણા ભારત દેશની જ છે. ચલો આજે અમે એ મંદિર માટે જણાવીએ છીએ જ્યાં કૂતરાને ભગવાન માનીને એની પૂજા કરવામાં આવે છે. 

જણાવી દઇએ કે આ મંદિર છત્તીસગઢમાં આવેલું છે. અહીંયા ભગવાનની નહીં કૂતરાંની પૂજા કરવામાં આવે છે. લોકોના જણાવ્યા અનુસાર ઘણા વર્ષો પહેલા છત્તીસગઢના એક ગામમાં એક વણઝારો રહેતો હતો અને એની પાસે એક કૂતરું પણ હતું. આ વણઝારો પોતાનો કૂતરાને ખૂબ જ પ્રેમ કરતો હતો. એક વખત આ ગામમાં દુકાળ પડ્યો. વણઝારા પાસે ખાવા પીવા માટે કંઇ પણ નહતું અને બીજી તરફ આ ગામમાં સાહૂકારના ઘરમાં ચોરી થઇ ગઇ. સાહૂકારના ઘરને જે ચોરોએ લૂટ્યું હતું એ ચોરોને આ વણઝારાના કૂતરાને પકડી લીધા. 

વણઝારાના કૂતરાથી ખુશ થઇને સાહૂકારે એને ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી અને એ કૂતરાના ગળામાં ચિઠ્ઠી લખીને બાંધી દીધી. જેમાં એ સાહૂકારે લખ્યું હતું કે આજથી એ કૂતરું વણઝારાનું નહીં પરંતુ સાહૂકારનું થઇ ગયું. જ્યારે વણઝારાએ કૂતરાને ઘરે આવતું જોયું તો એને એટલો ગુસ્સો આવ્યો કે એને એ કૂતરાની પીટીને મારી નાંખ્યું, બાદમાં એને એ કૂતરાના ગળામાં ચિઠ્ઠી જોઇ તો એને ખૂબ પસ્તાવો થયો. 

વણઝારાએ એના પાપનો પ્રાયશ્ચિત કરવા માટે કૂતરાની સમાધિ બનાવી દીધી અને આજે પણ એ જગ્યા પર કૂતરાની પૂજા કરવામાં આવે છે. છત્તીસગઢના આ મંદિરને કુકુર મંદિરના નામથી ઓળખવામાં આવે છે. લોકો દૂરદૂરથી આવીને અહીંયા કૂતરાની પૂજા કરે છે. Recent Story

Popular Story