બ્રેકિંગ ન્યુઝ
VTV / polling in west bengal assam tamil nadu kerala puducherry on april 6
Dharmishtha
Last Updated: 07:20 AM, 6 April 2021
ADVERTISEMENT
આજે ત્રીજા તબક્કાનું મતદાન થવા થઈ રહ્યું
27 માર્ચથી શરુ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થવા થઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળ અને આસામની ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું વોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત તમિલનાડુ, કેરળ અને પોન્ડિચેરીમાં મંગળવારે વોટિંગ થઈ રહ્યું છે. આ 3 રાજ્યોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં એક તબક્કામાં તમામ સીટો પર મતદાનની પ્રક્રિયા સંપન્ન કરાવવામાં આવશે. ત્યારે આસામમાં આજે ત્રીજા અને અંતિમ તબક્કાનું વોટિંગ થશે. આ બાદ ફક્ત પશ્ચિમ બંગાળ જ એવું રાજ્ય છે જ્યાં આજે પછી 5 તબક્કામાં વોટિંગ થશે. બંગાળમાં તમામ 10, 17, 22 અને 29 એપ્રિલે વોટિંગ કરવામાં આવશે. આ 5 રાજ્યોના પરિણામ એક સાથે 2 મે એ જારી કરવામાં આવશે.
ADVERTISEMENT
સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી
તમામ રાજ્યોમાં વોટિંગને ધ્યાનમાં રાખીને સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાને કારણે ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી છે. 26 ફેબ્રુઆરીએ 5 રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત કરતા પંચે કહ્યું કે કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવા તે બૂથમાં સંખ્યા વધારી દેવામાં આવશે.
પશ્ચિમ બંગાળ
બંગાળમાં 31 સીટો પર વોટિંગ થશે. જેમાં હુગલી, હાવડા, દક્ષિણ 24 પરગના સામેલ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સુરક્ષા દળોની 832 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. તેમાંથી 214 ક્વિક રિસ્પોન્સ ટીમ તબક્કામાં સુરક્ષા કરશે. આ તબક્કામાં 205 ઉમેદવારો મેદાનમાં છે. હાયમંડ હાર્બડ સીટ પર મહત્તમ 11 પ્રત્યાશી મેદાનમાં છે. આ તબક્કામાં હાઈ પ્રોફાઈલ ઉમેદવારમાં ભાજપના સ્વપન દાસગુપ્તા સામેલ છે. જે તારકેશ્વર સીટથીચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે આખા રાજ્યમાં 144 લગાવવામાં આવી છે.
આસામ
ત્યારે આસામમાં આજે છેલ્લા તબક્કાનું વોટિંગ થશે. 40 વિધાનસભા સીટો પર કુલ 337 ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. આ સીટો રાજ્યન 2 જિલ્લામાં પડે છે. આ તબક્કામાં ઉત્તર પૂર્વમાં ભાજપના ચાણક્ય કહેવાતા હેમંત બિશ્વા સરમા પણ સામેલ છે. જે જાલુકબાડીથી ચૂંટણી લડી રહ્યા છે. ગુવાહાટી વિધાનસભા સીટ પર સર્વાધિક 15 પ્રત્યાશી મેદાનમાં છે.
કેરળ, તમિલનાડુ અને પોન્ડિચેરી
આ ઉપરાંત કેરળની 140, તમિલનાડુની 234 અને પોન્ડિચેરીની 30 સીટો પર મતદાન ચાલૂ છે. આ તમામ રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળો ભારે તૈનાતી કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.