ચૂંટણી / લોકસભાની 95 બેઠક પર મતદાન, જાણો 3 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન?

Polling for 95 seats in Lok Sabha, remained voting till 10 pm

લોકસભા ચૂંટણીના બીજા તબક્કા અંર્તગત 11 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ પુડ્ડચેરીની કુલ 95 સીટ માટે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 97 સીટ માટે મતદાન થવાનું હતું પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટ પર મતદારોમાં પૈસા વહેંચવામાં આવ્યા હોવાની શંકાથી ચૂંટણી રદ કરવામાં આવી છે. જ્યારે ત્રિપુરા-પૂર્વ લોકસભા સીટ પર કાયદો વ્યવસ્થા ઠીક ન હોવાના કારણે ચૂંટણી રદ કરવામાં આવી છે. બંગાળમાં ઘણી જગ્યાએ હિંસા થઈ છે. ચોપડામાં તૃણમૂલ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે મારા મારી થઈ હતી. આ દરમિયાન એક પોલિંગ બુથ પર ઈવીએમ પણ તોડી દેવામાં આવ્યું હતું. બીજી બાજુ ઓરિસ્સાના ગંજામમાં વોટિંગ કરવા માટે લાઈનમાં ઉભા રહેલા 95 વર્ષના વૃદ્ધનું મોત થઈ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ