મહારાષ્ટ્રમાં 17 લોકસભા બેઠક માટે મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે મુંબઈમાં પણ અભિનેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અભિનેતા રવિ કિશ ગુડગાંવ મતદાન મથકે પહોંચ્યા હતા અને વોટિંગ કર્યુ હતુ. જ્યારે અભિનેત્રી રેખા પણ મતદાન માટે બાંદ્રા પહોંચ્યા હતા અને વોટિંગ કર્યુ હતુ. અહીં વોટિંગ માટે પહોંચ્યા બાદ અભિનેતા અને અભિનેત્રી પણ લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
બોલિવુડના અભિનેતા-અભિનેત્રીને જોવા માટે અને તેમની તસવીર પોતાના મોબાઈલમા કેદ કરવાનો પણ લ્હાવો લોકોએ લીધો હતો. તેઓ વોટિંગ માટે લાઈનમાં ઉભા રહ્યા અને બાદમાં મતદાન કર્યુ હતુ. અભિનેતાઓએ પણ મતદાનનું મહત્વ સમજ્યુ અને પોતાનો વોટ આપ્યો હતો. એટલું જ નહીં તેઓએ યુવકોને અને લોકોને પણ જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી. મુંબઇ ખાતે બિઝનેસમેન અનિલ અંબાણીએ પણ મતદાન કર્યું.
અભિનેતા અને ભાજપના નેતા પરેશ રાવલ પોતાના પરિવાર સાથે મતદાન માટે પહોંચ્યા હતા. અહીં તેઓ પત્ની સ્વરૂપ સંપત સાથે મતદાન માટે પહોંચ્યા હતા. પરેશ રાવલ અને સ્વરૂપ સંપતે વિલે પાર્લે મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને પણ વધુમાં વધુ મતદાન માટે અપીલ કરી હતી. યુવકોને પણ જંગી મતદાન કરવા માટે પરેશ રાવલ અને સ્વરૂપ સંપતે અપીલ કરી હતી. તો પરેશ રાવલે ભાજપને 100થી પણ વધુ સીટ મળશે એવો દાવો પણ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 17 બેઠકો પર 323 ઉમેદવારો મેદાનમાં છે. મુંબઇના મુલુંદ વિસ્તારમાં રહેતા ગુજરાતીઓએ મતદાન કર્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, દેશના સારા ભવિષ્ય માટે મતદાન જરૂર કરવું જોઇએ. આ સાથે જ ઉત્તર-પૂર્વ મંબઇ સીટ પર ભાજપના ઉમેદવાર મનોજ કોટક સાથે પણ વાતચીત કરી જેમાં તેઓએ કહ્યું કે, લોકો લોકશાહીને મજબૂત કરવા માટે મોટા પ્રમાણમાં મત આપી રહ્યા છે.
દક્ષિણ મુંબઇ બેઠક પર કોંગ્રેસ-શિવસેનાએ ઉમેદવારોને રિપીટ કર્યાં છે. કોંગ્રેસે ઉદ્યોગપતિ મિલિન્ડ દેવરાને જ્યારે શિવસેનાએ અરવિંદ સાવંત પર જ ફરી ભરોસો કર્યો છે. જ્યારે ઉત્તર મધ્ય મુંબઇ લોકસભા બેઠક પર નેતાઓની પુત્રીઓ વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. ભાજપે પ્રમોદ મહાજનની પુત્રી પૂનમ મહાજનને જ્યારે કોંગ્રેસે સુનિલ દત્તની પુત્રીને ફરી એકવાર તક આપી છે.