મહેસાણા / બહુચરાજી એપીએમસીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું , વર્તમાન ચેરમેનના જૂથે કર્યા મોટા આક્ષેપ

બહુચરાજી એપીએમસી ની ચૂંટણીમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે.ભાજપ ના જ બે નેતાઓ વચ્ચે ચૂંટણી લડવામાં આવી રહી છે. ત્યારે વર્તમાન ચેરમેન ના જૂથ દ્વારા મહેસાણા જિલ્લા સહકારી રજિસ્ટ્રાર હિતેશ પટેલ રજની પટેલ જૂથ ને મદદ કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે જિલ્લા કલેકટર ને લેખિત અરજી આપવામાં આવી છે. અને અરજીમાં રજની પટેલ જૂથ ને ફાયદો કરાવવા માટે ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ નહીં આપવામાં આવતું હોવાની રજુઆત કરી છે. અને આ ડોક્યુમેન્ટનું લિસ્ટ નહીં આપવા પાછળ છેલ્લી ઘડીએ અવનવા ડોક્યુમેન્ટ માંગી ફોર્મ રદ કરવાનો કારસો રચવામાં આવ્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ