નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુસ્તફા કમાલે કહ્યું છે કે જ્યાં સુધી અનુચ્છેદ 370 અને જમ્મૂ-કાશ્મીર રાજ્યને પુન:સ્થાપિત કરી દેવામાં આવતું નથી, ત્યાં સુધી નેશનલ કોન્ફરન્સ રાજકીય પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. કસ્ટડીમાં લેવામાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુખ અબ્દુલ્લાના ભાઇ મુસ્તફાએ IANS સાથે એક વિશેષ વાતચીતમાં આ વાત કહી.
જ્યાં સુધી અનુચ્છેદ 370ને પુન:સ્થાપિત નહીં કરાય, ત્યાં સુધી નેકા રાજકીય પ્રક્રિયામાં ભાગ નહીં લે
કાશ્મીરને લઇને ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે : નેશનલ કોન્ફરન્સ
તેઓએ કહ્યું કે તેઓની પાર્ટી કોઇપણ રાજકીય પ્રક્રિયાનો ભાગ નહીં બને, કેમકે જમ્મૂ-કાશ્મીરના લોકોનું હિત જોવામાં આવી રહ્યું નથી. નેકાના નેતાએ કહ્યું, તેઓએ જમ્મૂ અને કાશ્મીરની વિશેષ સ્થિતિને ધ્વસ્ત કરી દીધી. અમે આ પ્રણાલીમાં કોઇપણ રાજકીય પ્રક્રિયામાં ભાગ લઇ ન શકીએ.
ફારુખ અબ્દુલ્લાના ભાઇ મુસ્તફાએ કહ્યું કે, ''અમે અનુચ્છેદ 371 નથી ઇચ્છતા, જે લોકો તેને ઇચ્છે છે, તેઓેને એ લેવા દો. એ લોકો એક ત્રીજા મોરચા વિશે વાત કરી રહ્યા છે. તેઓેને એની સાથે જવા દેવામાં આવે. નેકા પોતાનું વલણ નહી બદલે.'' તેઓએ જમ્મૂ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ 370ને દૂર કરવા પર કડક ટીકા પણ કરી.
મુસ્તફાએ કહ્યું કે, તેઓની પાર્ટી કેન્દ્રના આ એક તરફી નિર્ણય વિરુદ્ધ એક પ્રસ્તાવને આગળ વધારવા માટે જમીન તૈયાર કરી રહી છે અને તેઓને આશા છે કે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 370ને ગેરબંધારણીય જાહેર કરશે. તેઓએ કહ્યું કે, ''અમને સુપ્રીમ કોર્ટમાં વિશ્વાસ છે. આ એક તથ્ય છે કે અનુચ્છેદ 370 જમ્મૂ-કાશ્મીર વિધાનસભાની મંજૂરી વિના દૂર કરી દેવામાં આવી હતી.''
તેઓએ કહ્યું કે, કાશ્મીરને લઇને ભારત પર આંતરરાષ્ટ્રીય દબાણ વધી રહ્યું છે. વર્તમાન સ્થિતિ હંમેશા માટે યથાવત ન રહી શકે. મુસ્તફાએ કહ્યું કે તેઓ ફારુખ અબ્દુલ્લાના સંપર્કમાં છે અને ફારુખ અબદુલ્લાએ કહ્યું છે કે, તેઓ કોઇપણ સમજુતી નહીં કરે. તેઓેએ કહ્યું કે જ્યારે ફારુખ અબ્દુલ્લા હંમેશા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા છે તો હવે તેઓ પોતાનું વલણ કેમ બદલશે?