બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શું સરકારની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠ્યું? સાંસદ શક્તિસિંહેના આરોપથી રાજનીતિમાં ભડકો
Last Updated: 11:11 PM, 5 December 2024
અતિવૃષ્ટિમાં ગુજરાતના ખેડૂતોને સહાય મામલે અન્યાય થયો હોવાનો આરોપ લઈ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી સહાયની માંગણી જ ન કરી હોવાના દાવાને લઈ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્ય સરકાર પર બેદરકારના આક્ષેપ કર્યા છે.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલએ શું કહ્યું ?
ADVERTISEMENT
સાંસદ શક્તિસિંહ ગોહિલએ કહ્યું કે,"અતિવૃષ્ટિમાં રાજ્યોને NDRFમાંથી સ્પેશિયલ સહાય પેકેજ મળતું હોય છે, રાજ્ય સરકારે NDRFમાંથી સહાયની માંગણી જ કરી નથી, રાજ્ય સરકારની બેદરકારીથી ખેડૂતો સહાયથી વંચિત રહ્યા છે. ગુજરાત સરકારે સર્વે કરી કેન્દ્ર સરકાર પાસે વળતરની માગ કરવી જોઈએ, અગાઉ ગુજરાત સરકારે માગ કરતા સહાય મળી હતી"
પાલ આંબલિયાએ સરકાર પર કર્યા પ્રહાર
પાક નુક્સાની વળતર બાબતે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાના સરકાર પર આકરા પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ''જવાબમાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી છે, રાજ્ય સરકારે અતિવૃષ્ટિ બાબતે કોઈ અહેવાલ જ કેન્દ્ર સરકારને આપ્યો નથી, રાજ્ય સરકારે અહેવાલ આપ્યો હોત તો NDRF મુજબ સહાય મળત, કહેવાતી સંવેદનશીલ સરકાર એક અહેવાલનો કાગળ પણ ન લખી શકે''
આ પણ વાંચો: ગુજરાતમાં હવે નસબંધી કાંડથી હડકંપ, ઠંડી અંગે હવામાનની માઠી આગાહી, જુઓ 8 મોટા સમાચાર
હિતેન્દ્ર પટેલે શું કહ્યું ?
પાક નુક્સાની વળતર બાબતે રાજનીતિ નવી વાત નથી પણ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે માંગેલી માહિતીનો જવાબ આપ્યા બાદ કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે સામસામે પ્રતિક્રિયા આપી છે. શક્તિસિંહ ગોહિલે સંસદમાં પુછાયેલા સવાલનો કેન્દ્ર સરકારે જવાબ આપ્યો ત્યારે જવાબમાં રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે આવી છે તો હિતેન્દ્ર પટેલ કહ્યુ કે નિયમ પ્રમાણે ખેડૂતોને બધી જ સહાય મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.