બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરતમાં ઘટેલી દુષ્કર્મની ઘટના પર રાજકારણ ગરમાયું, સામસામે આવી ગયા ભાજપ-કોંગ્રેસના આ નેતા
Last Updated: 07:27 PM, 9 October 2024
સુરતમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને હવે રાજકારણ ગરમાયું છે. આ મામલે હવે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. કોંગ્રેસના નેતાએ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. જોકે હવે કોંગ્રેસ નેતાના ટ્વીટ પર ભાજપ પ્રવક્તા ડૉક્ટર શ્રદ્ધા રાજપૂતે વળતો પ્રહાર કર્યો છે. તેમણે વિપક્ષ પર આ મુદ્દાને રાજનીતિક મુદ્દો બનાવવાનો આક્ષેપ કર્યો છે.
ADVERTISEMENT
"સુરતની ઘટનાને પ્રતિપક્ષે રાજનીતિક મુદ્દો બનાવ્યો"
ADVERTISEMENT
કોંગ્રેસ નેતાના ટ્વિટ પર પ્રહાર કરતા ભાજપ પ્રવકતા ડૉ.શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું કે, સુરતની ઘટનાને પ્રતિપક્ષ રાજનીતિક મુદ્દો બનાવી રહ્યા છે. પ્રતિપક્ષે રાજનીતિક મુદ્દો ત્યારે બનાવવો જોઈએ જ્યારે સરકાર કે પોલીસ એક્શન ન લે. પોલીસ આરોપીને છાવરે કે સરકાર આરોપીને છાવરે તો રાજનીતિ કરે તે યોગ્ય પરંતુ વિરોધ ફકત રાજનીતિ કરવા માટે કરતા હોય એમ લાગે છે. વધુમાં કહ્યું કે, પોલીસ દુષ્કર્મના કેસમાં કડક તપાસ અને કાર્યવાહી કરી રહી છે. મહેરબાની કરીને આવા મુદ્દે રાજનીતિ કરશો નહિં.
આ પણ વાંચો: પરેશ ગોસ્વામીની નવી આગાહી: સૌરાષ્ટ્ર-દ. ગુજરાત પર વરસાદનું જોર રહેશે યથાવત, નોંધી લેજો આ તારીખ
મનીષ દોશીએ સરકાર પર કર્યા હતા પ્રહાર
દુષ્કર્મની ઘટનાઓ પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાજ્ય સરકાર પર પ્રહાર કર્યો હતા. તેમણે કહ્ હતું કે, નવરાત્રીના પાવન દિવસોમાં અનેક દુષ્કર્મની ઘટના ઘટી. આરોપીઓએ માસૂમ દીકરીઓને પીંખી નાખી. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર મહિલાઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ નીવડી છે. ગૃહ વિભાગ કાયદામાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. તેઓ વાતો મોટી મોટી કરે છે. પરંતુ હકીકતમાં નાગરિકોને સલામતી આપવામાં ગૃહવિભાગ સદંતર નિષ્ફળ નીકળ્યું છે. મનીષ દોશીએ ગૃહવિભાગ પાસે માગ કરી કે આરોપીઓને કડક સજા કરવામાં આવે અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર રહે તેવા પગલાં ભરવામાં આવે. ભાજપએ સલામત ગુજરાતની વાત કરી. પણ સૌથી વધુ મહિલાઓ અસલામત છે. ત્યારે આરોપીઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સવાલ મનીષ દોશીએ કર્યો હતો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT