બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 'લોકસભા પરિણામના 6 મહિનામાં જ આવશે રાજનૈતિક ભૂચાલ', PM મોદીએ કર્યો મોટો ઈશારો

લોકસભા ચૂંટણી 2024 / 'લોકસભા પરિણામના 6 મહિનામાં જ આવશે રાજનૈતિક ભૂચાલ', PM મોદીએ કર્યો મોટો ઈશારો

Last Updated: 05:13 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દેશમાં એક મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે. તેમણે કહ્યું કે એવા કેટલાય રાજકીય પક્ષો ખતમ થઈ જશે, જે વંશવાદના પાયા પર જ ઉભા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છ મહિનાની અંદર દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થશે. તેમણે કહ્યું કે બંગાળની મમતા બેનર્જી સરકાર રાજ્યની ડેમોગ્રાફીને બદલવામાં વ્યસ્ત છે. પીએમ મોદીએ કહ્યું, 'તમારો એક વોટ દેશની રાજનીતિની દિશા બદલી નાખશે. 4 જૂન પછી આગામી 6 મહિનામાં એક મોટો રાજકીય ભૂકંપ આવશે. વંશવાદી રાજનીતિના ભરોસે ચાલતા કેટલાય રાજકીય પક્ષો જાતે જ ખતમ થઈ જશે. તેમના પોતાના જ કાર્યકરો થાકી ગયા છે. તેઓ પોતે જાણે છે કે દેશ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે અને તેમની પાર્ટીઓની સ્થિતિ શું છે.' જો કે, તેઓએ એ ખુલીને નથી કહ્યું કે તેઓ ક્યા રાજકીય ભૂકંપની વાત કરી રહ્યા છે.

પીએમ મોદીએ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વિપમાં એક રેલીને સંબોધિત કરતા આ વાત કહી. અહીં તેમણે ત્રણ બેઠકો પરથી ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો. આ દરમિયાન ડાયમંડ હાર્બર, મથુરાપુર અને જોયનગરના ભાજપના ઉમેદવારો પણ હાજર હતા. પીએમ મોદીએ કહ્યું કે મમતા સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરે છે, સંતો પર હુમલા થાય છે. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓને પણ અટકાવવામાં આવી રહી છે. બંગાળમાં ઘૂસણખોરી ઝડપથી વધી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો ઇચ્છે છે કે ઘૂસણખોરો બંગાળમાં આવીને સ્થાયી થાય.

તેમણે કહ્યું, 'ઘૂસણખોરો બંગાળના યુવાનોના હાથમાંથી તકો છીનવી રહ્યા છે. તેઓ તમારી જમીન અને મિલકતો પર કબજો જમાવી રહ્યા છે. સમગ્ર દેશમાં આને લઈને ચિંતાનો છે. સરહદી વિસ્તારોની ડેમોગ્રાફી બદલાઈ રહી છે. આખરે ટીએમસી કેમ CAA નો વિરોધ કરે છે અને જૂઠ ફેલાવવામાં આવે છે?'

જણાવી દઈએ કે પીએમ મોદી છેલ્લા તબક્કાના પ્રચારમાં વ્યસ્ત છે. આ અંતર્ગત 1 જૂને બંગાળની 9 લોકસભા સીટો પર મતદાન થવાનું છે. આ બેઠકોમાં કોલકાતા, દક્ષિણ 24 પરગણા અને ઉત્તર 24 પરગણાનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે 2019ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે બંગાળમાં 18 સીટો જીતી હતી. આ તેના માટે એક મોટો આંકડો હતો. આવી સ્થિતિમાં ભાજપ આ વખતે તેનાથી પણ આગળ જવા માંગે છે.

વધુ વાંચો: નવીન પટનાયકની એકાએક તબિયત બગડતા PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું 'કોઇ ષડયંત્ર છે કે શું?'

પીએમ મોદીએ પ્રચાર દરમિયાન કહ્યું કે લોકસભા ચૂંટણીમાં બંગાળમાં આ મારી છેલ્લી રેલી છે. આ પછી હું ઓડિશા જઈ રહ્યો છું. આવતીકાલે પ્રચારનો છેલ્લો દિવસ છે. જણાવી દઈએ કે પ્રચારના અંતિમ દિવસે પીએમ મોદી પંજાબમાં હશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને મંગળવારે કોલકાતામાં રોડ શો કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Political Earthquake Lok Sabha Election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ