બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / political crisis eknath shinde shiv sena uddhav thackeray shivsena party

સંકટના એંધાણ / શું સરકારની સાથે આખી શિવસેના પણ ઠાકરેના હાથમાંથી ખેંચી લેશે શિંદે? જાણો શું છે નિયમ

Pravin

Last Updated: 05:01 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાથી સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર પર જ પણ ખુદ શિવસેના માટે પણ મોટુ સંકટ ઊભું થયું છે.

  • મહારાષ્ટ્રમાં રાજકીય અસ્થિરતા ફેલાઈ
  • એકનાથ શિંદેના બળવાથી સરકાર ડામાડોળ થઈ
  • ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી સરકાર અને પાર્ટી બંને જશે

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના બળવાથી સીએમ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકાર પર જ પણ ખુદ શિવસેના માટે પણ મોટુ સંકટ ઊભું થયું છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની સાથે 40 ધારાસભ્યો આસામના ગુવાહટી પહોંચી ગયા છે. આવી જ રીતે ઉદ્ધવથી વદારે એકનાથ શિંદે સાથે વધારે ધારાસભ્યો ઊભા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવા સમયે શિવસેનામાં બે ફાડ થતી જોવા મળી રહી છે. પક્ષપલ્ટાના કાયદાનો પણ ડર નહીં રહે. આવી જ રીતે ઉદ્ધવના હાથોમાંંથી મહારાષ્ટ્રની સત્તાની સાથે સાથે શિવસેનાની કમાન પણ શિંદે ખેંચી લેશે ? 

શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેની આગેવાનીમાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જે રીતે બગાવત થઈ છે, તેને લઈને ફક્ત સરકાર પર જ નહીં, પણ પાર્ટી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો મહારાષ્ટ્રથી પહેલા ગુજરાત અને હવે ગુવાહટી પહોંચી ગયા છે. આ ધારાસભ્યો એ છે, જે ઉદ્ધવ ઠાકરે સરકારથી નારાજ છે. 

ત્યારે આવા સમયે બળવાખોર નેતા મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડવા માટે ભાજપનું સમર્થન કરી રહ્યા છે. ભાજપે ઉદ્ધવ સરકાર અલ્પમત હોવાનો દાવો કર્યો છે. પણ ખુદ સરકારના ગઠન મુદ્દા પર હાલમાં વેટ એન્ડ વોચના મૂડમાં છે.

ઉદ્ધવથી વધારે શિંદે પાસે ધારાસભ્ય

2019માં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાના 56 ધારાસભ્યો જીતી આવ્યા હતા, જેમાંથી એક ધારાસભ્યનું નિધન થઈ ગયું હતું. તેને લઈને 55 ધારાસભ્યો હાલમાં શિવસેના પાસે છે. એકનાથ શિંદેનો દાવો છે કે, તેમની સાથે 40 ધારાસભ્યો છે. ત્યારે આવા સમયે આ તમામ 40 ધારાસભ્યો જો શિવસેનાના છે, તો પછી ઉદ્ધવ ઠાકરે માટે સંકટ બહું મોટુ છે. આવી જ રીતે એકનાથ શિેદે જો કોઈ એક્શન લેશે તો પક્ષપલ્ટા કાયદા અનુસાર કાર્યવાહી પણ નહીં થાય.

હકીકતમાં જોઈએ તો, પક્ષપલ્ટો કાયદો કહે છે કે, જો કોઈ પાર્ટી પાસે કુલ ધારાસભ્યોમાંથી બે-તૃત્યાંશથી ઓછા ધારાસભ્યો બળવો કરે છે તો તેમને અયોગ્ય ઠેરવી શકાય છે. આ હિસાબે જો શિવસેનાની પાસ હાલમાં વિધાનસભામાં 55 ધારાસભ્યો છે, તેથી પક્ષપલ્ટાના કાયદાથી બચવા માટે બળવાખોર જૂથને ઓછામાં ઓછા 37 ધારાસભ્યોની જરૂર પડશે. જ્યારે શિંદેએ પોતાની સાથે 40 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો છે. તેથી ઉદ્ધવ પાસે ફક્ત 15 ધારાસભ્યો જ રહેશે. આવી જ રીતે ઉદ્ધવથી વધારે શિંદેની સાથે શિવસેનાના ઘારાસભ્યો ઉભા હોય તેવું દેખાઈ રહ્યું છે. 

પક્ષપલ્ટો કાયદો શું છે 

1967માં સામાન્ય ચૂંટણી બાદ ધારાસભ્યો એક પાર્ટીથી બીજી પાર્ટીમાં જવાથી કેટલાય રાજ્યોમાં સરકારો પડી ગઈ હતી. ત્યારે આવા સમયે 1985માં રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર પક્ષપલ્ટો કાયદો લઈને આવી. સંસદે 1985માં સંવિધાનની દશમી અનૂસૂચિમાં તેને જગ્યા આપી. પક્ષ પલ્ટા કાયદા અનુસાર ધારાસભ્યો અને સાંસદોની પાર્ટી બદલવા પર લગામ લગાવામાં આવી. તેમાં એવું પણ જણાવામાં આવ્યું કે, પક્ષપલ્ટાના કારણે તેમનું સભ્યપદ પણ ખતમ થઈ શકે છે. 

જો કે, સાંસદો અને ધારાસભ્યોના જૂથને પક્ષ પલ્ટો કરીને સજાના દાયરામાં આવ્યા વિના બીજી પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી છે. તેની સાથે કોઈ પાર્ટીના 2/3 ધારાસભ્ય અથવા સાંસદ બીજી પાર્ટી સાથે જવા માગે છે તો તેમનું સભ્યપદ ખતમ થતું નથી. મહારાષ્ટ્રમાં આવી જ સ્થિતિ બનેલી છે. શિવસેનાના 2/3 ધારાસભ્યો હવે એકનાથ શિંદે સાથે છે. જેને લઈને ઉદ્ધવ સરકારના હાથમાંથી બાજી સરકી ગઈ છે. ત્યારે આવા સમયે ઉદ્ધવના હાથમાં સરકાર તો ઠીક પાર્ટી પણ જતી રહેશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Eknath Shinde Maharashtra Shivsena Uddhav Thackeray political crisis Maharshtra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ