બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / સિક્કો ઉછાળીને છોકરીની હત્યા કરી, પછી ડેડબોડી સાથે દુષ્કર્મ, હત્યારાના ખુલાસાથી છળી મરાશે
Last Updated: 10:11 PM, 13 January 2025
રશિયાની બાજુમાં આવેલા પોલેન્ડ નામના દેશમાં એક ખૌફનાક ઘટનાએ ચકચાર મચાવી છે. હીપા નામના એક યુવાને વિક્ટોરિયા કોઝિઈસ્કા નામની એક યુવતીની હત્યા કરીને તેની લાશ સાથે દુષ્કર્મ આચર્યું હતું. હીપાએ ખુદ કોર્ટમાં આ ખૌફનાક જુબાની આપતાં હાજર તમામ હેરાન રહી ગયાં હતા. વિક્ટોરિયા કોઝિઈસ્કા કટોવાઈસ નામના શહેરમાંથી પાર્ટી કરીને ઘેર પાછી ફરતી હતી ત્યારે આરોપી હીપાએ તેની લિફ્ટની ઓફર કરી હતી. હીપો કારની ગેરેજમાં કામ કરતો હતો, હીપોએ છોકરીને કહ્યું કે તે તેની સાથે આવવા માગે છે કે નહીં આ વાત સાંભળીને છોકરી સાથે તેના એપાર્ટમેન્ટ પર ગઈ હતી.
ADVERTISEMENT
સિક્કો ઉછાળીને નિર્ણય કર્યો છોકરીની હત્યા કરવી કે નહીં
આરોપીએ કોર્ટમાં આપેલી જુબાની અનુસાર, એપોર્ટમેન્ટ પર પહોંચ્યાંની થોડી મિનિટોમાં છોકરી ઊંઘી ગઈ હતી. ત્યાર બાદ આરોપીએ સિક્કો ઉછાળીને નિર્ણય કર્યો હતો કે તેની હત્યા કરવી કે નહીં, સિક્કો કાંટા પડતાં તેણે હત્યા કરી, જો સિક્કો બીજી બાજુએ પડ્યો હોત તો તે જીવતી હોત, તેની હત્યા ન કરેત. ત્યાર બાદ આરોપીએ તેની લાશ સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ પ્લાસ્ટિકમાં તેની લાશ પેક કરીને રાખી દીધી હતી.
ADVERTISEMENT
શું બોલ્યો હત્યારો
આરોપીએ એવી કબૂલાત કરી કે હું રૂમની આસપાસ ફર્યો, તેણીને જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હું કરી શક્યો નહીં. પછી મેં એક સિક્કો ફેંક્યો, તે માથા પર પડ્યો, તેથી મેં તેને મારી નાખ્યો. મને ખબર નથી કે મેં તે શા માટે કર્યું. કેટલીક વસ્તુઓ ફક્ત થાય છે, અને મારું તેમના પર કોઈ નિયંત્રણ નથી. ક્યારેક હું મુશ્કેલ નિર્ણયો લેવા માટે સિક્કાનો ઉપયોગ કરું છું. હું તેની છાતી પર બેઠો અને તેનું ગળું દબાવવાનું શરૂ કર્યું. તેને મારી નાખ્યા પછી, મેં તેના કપડાં ઉતાર્યા અને પછી તેની સાથે સેક્સ કર્યું હતું.
હત્યારાએ આપઘાતનો વિચાર કર્યો હતો
હત્યારાએ એવી પણ કબૂલાત કરી કે તેણે આપઘાતનો વિચાર કર્યો હતો પરંતુ આ પહેલં તે કોઈનો જીવ લેવાનું વિચારતો હતો અને આ છોકરી તેની ઘાટે ચઢી ગઈ હતી. કોર્ટમાં વકીલોએ તેને માનસિક વિકૃત ગણાવ્યો છે. હવે કોર્ટે તેની સજા પર નિર્ણય લેશે. તેને મોતની સજા થવાની પૂરી સંભાવના છે. કાર ગેરેજમાં કામ કરનાર આરોપીએ એવું પણ કહ્યું કે ઓગસ્ટ 2023 પહેલાં તેણે કોઈની હત્યાનો વિચાર કર્યો હતો અને શિકારને શોધવા માટે ઘણું રખડ્યો હતો. આખરે પાર્ટીમાંથી ઘેર જઈ રહેલી છોકરી તેની ઝપટે ચઢી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.