બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:50 PM, 16 July 2024
One Nation One Rate: વન નેશન વન રેટની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં સરકાર નવી નીતિ તરીકે સોનાના ભાવને સમાન કરવા માંગે છે. તો ચાલો જાણીએ આનાથી સોનું સસ્તું થશે કે નહીં.
ADVERTISEMENT
વન નેશન બાદ હવે વન નેશન વન રેટ ચર્ચામાં છે. આખા દેશમાં માલ સામાનના એક જ દર. દરનો આ મુદ્દો સોના સાથે સંબંધિત છે, તેનો અર્થ એ છે કે ટૂંક સમયમાં સમગ્ર દેશમાં સોનાનો એક જ દર હશે. વાસ્તવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર એક એવી નીતિ પર કામ કરી રહી છે, જેના અમલીકરણ પછી તમે સમગ્ર દેશમાં સમાન દરે સોનું ખરીદી શકશો. ચાલો જાણીએ કે આ નીતિ શું છે અને તેના અમલીકરણ પછી સોનાના દરો કેવી રીતે નક્કી કરવામાં આવશે અને સોનાના દરમાં શું ફેરફાર થશે.
વન નેશન વન રેટ પોલિસી શું છે?
ADVERTISEMENT
આ કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત યોજના છે અને તેના દ્વારા સમગ્ર દેશમાં સોનાની કિંમત એકસમાન બનાવવાની છે, એટલે કે તેના અમલીકરણ બાદ સમગ્ર દેશમાં સોનું સમાન દરે ઉપલબ્ધ થશે. હાલની સિસ્ટમ મુજબ દેશભરમાં સોનાના દરમાં ફરક છે અને અલગ-અલગ શહેરોમાં સોનાના દર વધુ કે ઓછા હોય છે.
આમ તો આ તફાવત બહુ નથી, પરંતુ સોનાના ભાવમાં 200 થી 500 રૂપિયાનો તફાવત જોવા મળતો હોય છે. જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલે પણ તેને સમર્થન આપ્યું છે. જો કે આ અંગે સરકાર ક્યારે અંતિમ નિર્ણય લેશે તે હજુ સ્પષ્ટ નથી. આ પોલિસી પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે અને ઘણા જ્વેલરી એસોસિએશનો તેને લાગુ કરવામાં આવશે તેવું કહી રહ્યા છે.
સમાન દરો કેવી રીતે નક્કી કરવામાં આવશે?
તમને જણાવી દઈએ કે આ પોલિસી હેઠળ સરકાર નેશનલ બુલિયન એક્સચેન્જ બનાવી શકે છે, જેના દ્વારા સોનાના ભાવ નક્કી કરવામાં આવશે. માત્ર આ એક્સચેન્જ સોના વગેરેના દર નક્કી કરશે. સામાન્ય ભાષામાં સમજીએ તો શેરબજાર જેવું હશે, જેમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ અથવા નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા બજાર નક્કી કરવામાં આવે છે. તેવી જ રીતે હવે સોનાના ભાવ પણ આના આધારે નક્કી કરવામાં આવશે. આ સાથે જ્વેલર્સ તેમના પોતાના મુજબ સોનાને રેટ કરી શકશે નહીં અને દર અંગે સેંટ્રલાઇઝડ સિસ્ટમ હશે.
અત્યાર ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ચાલો જાણીએ સોનાના ભાવ હવે કેવી રીતે નક્કી કરવામાં આવે છે. હાલમાં બજારમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX ના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે. આ કિંમતો હાજર કિંમતો છે અને દરેક શહેરમાં બુલિયન એસોસિએશનના વેપારીઓ સાથે મળીને બજાર ખુલતા સમયે ભાવ નક્કી કરે છે. આ કિંમતો સોનાની માંગ, પુરવઠા, વૈશ્વિક બજાર અને ફુગાવાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. દરેક શહેરના બુલિયન વેપારીઓ દ્વારા કિંમતો નક્કી કરવામાં આવે છે.
શું સોનું સસ્તું થશે?
આ નીતિના અમલ પછી અલગ અલગ શહેરોમાં જ્વેલર્સની મનમાની પર અંકુશ આવશે અને જ્વેલર્સ તેમના પોતાના મુજબના દરમાં વધારો કે ઘટાડો કરી શકશે નહીં. એક્સચેન્જ દ્વારા ભાવ નક્કી થયા પછી જ્યાં સોનાના ભાવ હાલમાં સૌથી વધુ છે તે સ્થાનો પર દર ઘટાડવાની સંભાવના છે. ઘણા અહેવાલોમાં એવું માનવામાં આવે છે કે દરેક જગ્યાએ સોનાના સમાન ભાવને કારણે દર નીચે આવશે અને જે શહેરોમાં સોનું મોંઘું છે ત્યાં વધુ ફર્ક પડશે.
વધું વાંચોઃ સોનાના ભાવમાં વધારો, ચાંદી 92000ને પાર, ખરીદી પહેલા જાણો લેટેસ્ટ રેટ
સોનાના ભાવ શું છે?
ભારતીય બુલિયન માર્કેટમાં 15 જુલાઈના સોનાના ભાવ પર નજર કરીએ તો રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતાના 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 72713 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 91465 રૂપિયા પ્રતિ કિલો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.