બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / Policeman gave information about No Parking by singing Daler Mehndi song, IPS officer said after seeing the VIDEO, 'Bolo tara ra ra...'
Last Updated: 07:15 PM, 26 October 2022
ADVERTISEMENT
લોકોને ટ્રાફિકના નિયમોથી વાકેફ કરવાની પોલીસની અનોખી રીત આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર IPS ઓફીસર દિપાંશું કાબરાએ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. જેનું કેપ્શન લખ્યું કે, ' બોલો તારા રારા......'
રોડ પર બેદરકારી પૂર્વક વાહન ચલાવનારા અને ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પોલીસ કાર્યવાહિ કરે છે. એટલું જ નહી લોકોને ટ્રાફીકના નિયમો વિશે જાગૃત કરવા માટે સમયાંતરે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવે છે. જેથી લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે અને અન્ય લોકો સાથે તેમનો જીવ જોખમમાં ન મૂકે. તેમ છતાં કેટલાક લોકો નિયમોની અવગણના કરતા જોવા મળે છે. સોશિયલ મીડીયા પર દરરોજ આવા વીડિયો સામે આવતા રહે છે. જમાં પોલીસ નવી અને અનોખી રીતે લોકોના જાગૃત કરવાનો પ્રયાસ કરતી રહે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામા આવ્યો છે. જેમાં એક પોલીસકર્મી ગાયક દલેર મહેંદીનું પ્રખ્યાત ગીત 'બોલો તારા રા રા' ગાતી વખતે લોકોને જાગૃત કરતો જોવા મળે છે. આ વીડિયો ઝડપથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ADVERTISEMENT
તાજેતરમાં એક પોલીસ કર્મીને એક વીડિયો ઈન્ટરનેટ પર વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જે લોકોને 'નો પાર્કીગ' વિશે એવી રીતે જાગટત કરી રહ્યા છે કે લોકો ચોક્કસ સમજી જશે કે વાહન યોગ્ય જગ્યાએ પાર્ક કરવું જોઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું કે, 'બોલો તારા રારા.....'
बोलो तारा रारा 😂 pic.twitter.com/7BsQ1znODB
— Dipanshu Kabra (@ipskabra) October 25, 2022
I am glad that my music is used by Traffic police to inspire people to follow rules.
— Daler Mehndi (@dalermehndi) October 17, 2019
Happiness Means Daler Mehndi
Celebration Means Daler Mehndi
Thank you for your love and Support#DalerMehndi #BoloTaRaRaRa @trafficchd @ssptfcchd pic.twitter.com/1fUZMmCNkt
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર અત્યાર સુધી આ વીડિયોને 128k વ્યૂઝ મળ્યા છે. તે જ સમયે આ વીડિયોને 5 હજારતી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વીડિયો ચંદીગઢ પોલીસનો છે. એક યુઝરે લખ્યું. આ શાનદાવ છે. જ્યારે બીજોએ લખ્યુે કે તેને કહેવાય કામનો અંદાજ લેવો. 33 સેકન્ડના વિડિયોમાં એક પોલીસમેનને રસ્તા પર હાથમાં માઈક પકડીને દલેર મહેંદીનું બોલો તારા રા રા ગાતા સાંભળી શકાય છે. ગીતનું મ્યુઝિક ભલે એક જ છે પણ લિરિકેસ અલગ-અલગ છે.
વીડિયોમાં પોલીસકર્મી ગાતા સંભળાય છે કે,અહીં ત્યાં જુઓ મારી કાર કોણ લઈ ગયું. મારા હાથમાં માત્ર ચાવી રહી ગઈ, તારા રા..., ક્રેનને ડેક પર લઈ ગયો... કહો તારા રા...., નો પાર્કિગ...નો પાર્કીંગ...રોડ પર કોઈ પાર્કિગ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ જ ગીત વર્ષ 2019 માં પણ લોકોની નજરમાં આવ્યું હતું. ત્યારબાદ દલેર મહેંદીએ પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને પોલીસકર્મીના વખાણ કર્યા હતા અને લોકોના પ્રેમ અને સમર્થન માટે આભાર પણ માન્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.