બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / આવતીકાલે દરેક સરકારી કચેરીઓ પર પોલીસ રહેશે તૈનાત, ખાસ ઝુંબેશને કારણે DGPએ કર્યો આદેશ
Last Updated: 03:09 PM, 10 February 2025
સરકારી કર્મચારીઓને ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. દરેક સરકારી કચેરીઓ પર આવતીકાલથી પોલિસ તૈનાત રહેશે. ટ્રાફિક પોલીસ ઓફિસ ના ગેટ પર નિયમોનું પાલન કરાવશે, DGP વિકાસ સહાયએ આદેશ કર્યો છે. હાઇકોર્ટના કડક વલણ બાદ રાજ્યની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરાયું છે. નોધનીય છે કે ગુજરાત હાઈકોર્ટે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત બનાવવા અંગે મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે.
ADVERTISEMENT
ફરજીયાત હેલ્મેટનાં હાઈકોર્ટનાં આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે સરકારી કચેરીમાં આવતા દ્રિકચક્રી વાહનો પર બેસનાર બંને વ્યક્તિઓએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે.
ADVERTISEMENT
રાજ્યમાં વધતા જતા અકસ્માતને લઈ હાઈકોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં દ્રિચક્રી વાહન પર બેસનાર બંને વ્યક્તિઓ ફરજીયાત હેલ્મેટ પહેરવું અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સરકારી કચેરીઓમાં આવતા દ્રિચક્રી વાહનો પર હેલ્મેટ ફરજિયાત પહેરવાનો તાજેતરમાં પરિપત્ર કરવામાં આવ્યો છે. તેમજ વાહન ચલાવનાર અને પાછળ બેસનાર બંને વ્યક્તિઓએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.
હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી
ગુજરાત હાઇકોર્ટ એક જાહેર હિતની અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદના ટ્રાફિક અને તે દૂર કરવાની વ્યવસ્થાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સાથો સાથ હાઈકોર્ટે બાઈક ચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવાની અમલવારી કરાવવા આદેશ કર્યો છે. બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું તે અંગે અમલવારી ન થતી હોવાથી હવે તે પણ અમલવારી કરાવવા આદેશ કર્યો હતો.
માર્ગ સલામતી, ટ્રાફિક નિયમોનું પાલન જરૂરી
રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજા/મૃત્યુના બનાવો ધ્યાને લેતાં માર્ગ સલામતી, લોકજાગૃતિ તથા ટ્રાફિક નિયમોનું પાલન અત્યંત જરુરી છે. દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ એ કાયદાનું પાલન ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ છે. આથી રાજય સરકારના તમામ સરકારી કર્મચારીઓ/અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી/સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણસરનો હેલ્મેટ ફરજીયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે.
આ પણ વાંચોઃબોર્ડના વિદ્યાર્થીઓને ડિપ્રેશનથી બચવા માટે PM મોદીએ ગુરુમંત્ર આપ્યો, વાલીઓને આપી સોનેરી સલાહ
હેલમેટ વગર આવનાર કર્મચારી વિરુદ્ધ પગલા લેવાશે
પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી, કર્મચારીને હેલ્મેટ પહેરવા સૂચના અપાઈ હતી. અમદાવાદ પોલીસ વિભાગના કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતી વખત નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ. પોલીસ અધિકારીને તેમની નીચેનો સ્ટાફ હેલ્મેટ પહેરી છે કે નહિ તેની ચકાસણી કરાશે. તેમજ હેલ્મેટ પહેર્યા વગર આવનારા કર્મચારીને કચેરીમાં પ્રવેશ નહિ અપાય. સાથએ જ હેલ્મેટ વગરના કર્મચારીઓ વિરૂદ્ધ એમ.વી એક્ટ ની કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ સુત્રોએ જણાવ્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.