બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Police officers suspend issue journalist junagadh
Last Updated: 09:05 PM, 18 May 2019
આ મામલે ભારે આક્રોશ પછી પોલીસતંત્ર એક્શનમાં આવ્યું હતું. એક એ ડિવિઝનના ડી સ્ટાફના PSI ગોસાઈ સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીએ સસ્પેન્ડ કરવા આદેશ આપ્યો હતો.
ADVERTISEMENT
પરંતુ હવે સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓને ફરીથી નોકરી પર લેવાયા છે. સસ્પેન્ડ બાદ આજે PSI ગોસાઇ અને બે કોન્સ્ટેબલોને નોકરી પર પરત લેવાનો નવો હુકમ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરીની ચૂંટણીમાં મીડિયાકર્મીઓ પર હુમલા થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા મીડિયાકર્મીઓએ SP કચેરીએ ધરણા કર્યા હતા.
સમગ્ર સૌરાષ્ટ્રના પત્રકારોએ SP કચેરીએ ધરણા કર્યા હતા. મીડિયાકર્મીઓએ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી. ત્યારબાદ સસ્પેન્ડ કરીને ફરીથી નોકરી પર લેવાતા મામલો ગરમાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.