બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરત / 'વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસ ક્યારેય નથી કરતી', આરોપીઓના રિકન્સ્ટ્રક્શન પર DGPનું મોટું નિવેદન
Last Updated: 10:00 AM, 19 January 2025
વરઘોડા શબ્દ અંગે DGP વિકાસ સહાયની સ્પષ્ટતા સામે આવી છે. તેમણે કહ્યું કે વરઘોડા શબ્દનો પ્રયોગ પોલીસમાં નથી થતો, તેમણે કહ્યું કે આ શબ્દો પ્રેસ અને મીડિયામાંથી આવેલો છે..
ADVERTISEMENT
DGP વિકાસ સહાય સુરતની મુલાકાતે હતા. આ દરમ્યાન તેમણે મીડીયાને સંબોધન કર્યુ હતું.. તેમની સાથે તે સમયે સુરત શહેર પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતા.. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસ વરઘોડા શબ્દનો પ્રયોગ ક્યારેય કરતી નથી. વરઘોડા શબ્દ પ્રેસ અને મીડિયામાંથી આવેલ શબ્દ છે. કોઈ ગુનો બને ત્યારે પુરાવા એકત્ર કરવા પોલીસ આરોપીને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરતી હોય છે. નહિં કે પોલીસ આરોપીઓનું વરઘોડો કાઢે છે.
પોલીસની કામગીરીમાં કંઈ રીતે સુધારો થાય અને જે કામગીરી થઈ રહી છે તેની સમીક્ષા કરવા ક્રાઈમ કોન્ફરન્સ બોલાવવામાં આવી હતી, જેમાં ગુજરાત રાજ્યનાં 4 પો. કમી. અને નવ રેન્જના અધિકારીઓ હાજર રહ્યા હતા. એક દિવસીય ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસની કામ કરવાની રીત અને નીતિ વિષય પર ચર્ચા કરાઈ હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાત પોલીસની કામગીરીમાં ઉતરોતર વધારો થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દ્વારા પણ આ મામલે સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ બે અલગ-અલગ અકસ્માતમાં 3 લોકોના મોત, કાર ચાલકે કચડી મારતા રોડ મરણચીસોથી ગૂંજી ઉઠ્યો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.