બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / ગુજરાત / વડોદરા / Police in action mode against heavy vehicles violating rules in Vadodara

કાર્યવાહી / વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પોલીસ એક્શન મોડમાં, 160થી વધુ વાહનો કર્યા ડિટેઇન

Vishal Khamar

Last Updated: 01:18 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેરમાં અકસ્માતોની સંખ્યા વધતા ટ્રાફિક પોલીસે જાહેરનામાનું તેમજ ટ્રાફિકનાં નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહનો ડીટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરમાં બે દિવસ પહેલા જ ડમ્પરની ટકકરે એક યુવાનનો જીવ ગયો હતો, ત્યારે શહેર ટ્રાફીક શાખાએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો સામે લાલઆંખ કરી છે. વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરેલ હોવા છતાં શહેરમાં ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહન હંકારી રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે. વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે ભારે વાહન ચાલકો દ્વારા બેફીકરાઈથી વાહન હંકારતા હોઈ પોલીસ દ્વારા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ દ્વારા ભારે વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરમાં બેફીકરાઈથી વાહન ચલાવતા અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  વડોદરા શહેરમાં સવારે 7 વાગ્યા થી બપોરે 1 તેમજ સાંજે 4 થી લઇ 9 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રવેશબંધી છે છતાં બેરોકટોક ચાલતા ભારે વાહનો પર લગામ લાગે અને નિર્દોષ નાગરિકોનો ભોગ ન લેવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. અને સ્પેશ્યલ ડ્રાઈવ શરૂ કરી છે.  ટ્રાફિક પોલીસે પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારે વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી તમામને દંડ ફટકાર્યો છે. 

યુવાનોએ ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી

ટ્રાફિક પોલીસની ભારદારી વાહનો પર સર્જિકલ સ્ટ્રાઈકથી પશ્ચિમ ઝોનમાં છેલ્લા એક મહિનામાં ઝુંબેશ હાથ ધરી 160થી પણ વધુ ભારદારી વાહનો ડિટેઇન કર્યા છે. જેમાં ડમ્પર, મિક્સન કોંક્રીટ મશીન, ટ્રક, આઇસર, લક્ઝરી બસો ડિટેઇન કરી છે. ટ્રાફિક વિભાગની આ ઝુંબેશથી ટ્રાફિક કચેરી બહાર મોટી સંખ્યામાં ભારે વાહનોનો જમાવડો જોવા મળી રહ્યો છે, ભારે વાહન ચાલકો તેમજ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહીથી વડોદરાના નાગરિકો ખુશ છે. વડોદરાના યુવાનો ટ્રાફિક પોલીસની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે. સાથે જ કાયમી આજ પ્રકારે ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયમોનું અને જાહેરનામાનું પાલન થાય તેવી માંગ પણ કરે છે. 

વધુ વાંચોઃ કોણ છે વિરમગામનો યુવક ભદ્રેશ પટેલ, જેની પર FBIએ રાખ્યું છે 2.50 લાખ ડૉલરનું ઈનામ

ટ્રાફિક પોલીસ વાહનચાલકોને આરટીઓ મેમો આપીને દંડાત્મક કાર્યવાહી કરાઈ

ડમ્પર સહિત ભારે વાહન ચાલકો પર વડોદરા ટ્રાફિક પોલીસે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં વાહન માલિકો દોડતા થયા છે. ટ્રાફિક પોલીસ વાહનચાલકોને આરટીઓ મેમો આપીને દંડાત્મક કાર્યવાહી કરી રહી છે. પરંતુ લોકોના જીવ બચાવવા હજી કડક કાર્યવાહી કરાય તે ખુબ જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara City accidents traffic police અકસ્માતના બનાવો કાર્યવાહી ટ્રાફિક પોલીસ ડિટેઈન વડોદરા શહેર Vadodra News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ