બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / police help came 4 orphaned children in Devgana Village botad news

મદદે આવી ખાખી / લઠ્ઠાકાંડે પિતા છીનવ્યા, 4 બાળકોને છાનાં રાખવા મા પણ નથી: શિક્ષણ માટે પોલીસે લીધી જવાબદારી

Dhruv

Last Updated: 03:36 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતને હલબલાવી મૂક્યું છે. ત્યારે દેવગણા ગામમાં ઝેરી દારૂના કારણે પિતાનું મૃત્યુ થતા પોલીસ માતા વિનાના અનાથ થઇ ગયેલા 4 બાળકોની વ્હારે આવી.

  • બરવાળાના દેવગણા ગામે પોલીસની સરાહનીય કામગીરી
  • પિતાનું મૃત્યુ થતા અનાથ થયેલા 4 બાળકોને પોલીસે દત્તક લીધા
  • પોલીસે બાળકોના અભ્યાસ સહિતની તમામ જવાબદારી ઉપાડી લીધી

બોટાદના દેવગણા ગામમાં અનાથ થયેલા બાળકોની વ્હારે પોલીસ આવતા પોલીસની સરાહનીય કામગીરી અહીં જોવા મળી રહી છે. કારણ કે બરવાળા લઠ્ઠાકાંડમાં ઝેરી દારૂએ અનેક પરિવારોના ઘર તબાહ કરી દીધા છે. ત્યારે દેવગણા ગામમાં અનાથ થયેલા 4 બાળકોને પોલીસે દત્તક લઇ લીધા છે.

પોલીસે બાળકોના અભ્યાસ સહિતની તમામ જવાબદારી ઉપાડી લીધી

મહત્વનું છે કે, આ ચારેય બાળકોના પિતા કનુભાઈ સેખલિયાનું લઠ્ઠાકાંડમાં ઝેરી કેમિકલના કારણે મૃત્યુ થયું હતું. સાથે આ બાળકોની માતાનું પણ અગાઉ અવસાન થઇ ચૂક્યું છે. જેના લીધે પિતાનું મૃત્યુ થતા ચારેય બાળકો અનાથ થઇ ગયા હતા. પરંતુ કહેવાય છે ને કે જેનું કોઇ નથી હોતું તેના ભગવાન હોય છે. ભગવાન કોઇને કોઇ રીતે મદદ જરૂરથી કરે છે. ત્યારે આ ચારેય બાળકોની જવાબદારી હવે પોલીસે ઉપાડી લીધી છે. પોલીસે બાળકોના અભ્યાસ સહિતની તમામ જવાબદારી પોતાના શિરે લઇ લીધી છે. હાલમાં આ ચારેય બાળકો કનુભાઈના મોટા ભાઈ સાથે રહે છે.

લઠ્ઠાકાંડમાં અનેક પરિવારના લોકોની જિંદગી હોમાઇ ગઇ

બોટાદ લઠ્ઠાકાંડની ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ત્યારે આ કાંડમાં અનેક પરિવારના લોકોની જિંદગી હોમાઇ ગઇ છે. જેમાં બોટાદના દેવગણા ગામે 5 લોકોના મૃત્યુ થયા છે. જેમાંથી માતા વિનાના 4 બાળકોના પિતાનું મૃત્યુ થતા બાળકો અનાથ થઇ ગયા હતા.

બોટાદના દેવગણા ગામે 35થી 60 વર્ષની ઉંમરના 5 લોકોના મૃત્યુ

મહત્વનું છે કે, આ લઠ્ઠાકાંઠમાં અનેક ગામડાઓમાં કેટલાંય પરિવારના લોકોએ જીવ ગુમાવ્યો છે. જેથી મૃતક પરિવારોમાં ભારે માતમ છવાયો છે. ત્યારે બોટાદના દેવગણા ગામે 35થી 60 વર્ષની ઉંમરના 5 લોકોના મૃત્યુ થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ