બ્રેકિંગ ન્યુઝ
VTV / police had to take action agaibnst public who came to see asaram
Mayur
Last Updated: 06:30 PM, 24 July 2021
ADVERTISEMENT
મોટી સંખ્યામાં એકઠી થઈ ભીડ
સગીરા પર દુષ્કર્મ ગુજારવાના આરોપ હેઠળ સજા ભોગવી રહેલા આસારામને જોવા ભીડ ઉમટી હતી. ખરેખર આશારામને હોસ્પિટલ લઈ જવાનાં સમયે આ ઘટના બની હતી. જોધપુર જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા આશારામને જોવા માટે અને તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. છેલ્લા કેટલાંક સમયથી નાદુરસ્ત તબિયતને કારણે આસારામને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી.
ADVERTISEMENT
પોલીસ દંડાવાળી કરી
હોસ્પિટલ નજીક રસ્તાઓ પર લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકો આસારામને જોવા માટે મોટી સંખ્યામાં રસ્તાના કિનારે ઊભા રહ્યા હતા ત્યાં પોલીસે ભીડ વિખેરવા માટે દંડવાળી કરી હતી. જેવી પોલીસની ગાડી આસારામને લઈને આવી કે તુરંત લોકો ગાડીને રોકવા અને નજીક જવા પ્રયત્નો કરવા લાગ્યા હોવાની વાત બહાર આવી હતી. જેના પગલે પોલીસને લાઠી ઉગામવાની જરૂર પડી હતી. જેના કારણે ભાગદોડ મચી જવા પામી હતી. હાજર ટોળામાં મહિલાઓ પણ સામેલ હતી.
આ આવી પહેલી ઘટના નથી
જો કે આ પહેલી ઘટના નથી આ અગાઉ પણ આસારામના સમર્થકો અને પોલીસ વચ્ચે સંઘર્ષની અનેક ઘટનાઓ બની ચૂકી છે. અગાઉ પણ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ જેવા પગલાં લેવા પડ્યા હોવાનું અનેકવાર બન્યું છે. એ પૈકી અમુક ઘટનાઓમાં ભીડ હિંસક બની હોવાનું પણ બન્યું હતું.
2013 માં રેપકેસમાં જેલમાં ગયા હતા આસારામ
આસારામ પર એક કરતાં વધારે યુવતીઓ પર દુષ્કર્મનાં આરોપો થયા હતા. એક સગીરાના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરતાં મધ્યપ્રદેશનાં ઈન્દોરમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2018 માં રેપ અને અન્ય આપરાધો હેઠળ આસારામને આજીવન કારાવાસની સજા થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.