ગાંધીનગર /
પોલીસ ગ્રેડ પે મામલે કમિટીની રચના બાદ ગાંધીનગરમાં આંદોલન સમેટાયું
Team VTV09:40 AM, 29 Oct 21
| Updated: 10:53 AM, 29 Oct 21
પોલીસ ગ્રેડ પે મામલે ગઈ કાલે પોલીસ વડાની પત્રકાર પરિષદ બાદ પોલીસ આંદોલન સમેટાયું છે, પોલીસ વડાએ નિર્દેશ કર્યા છે કે હવે કોઈ આંદોલન કરશે તો અટકાયત થશે,
કમિટીની રચના બાદ આંદોલન સમેટાયું
હવે કોઈ આંદોલન કરશે તો અટકાયત થશે
DGPએ કમિટી રચવાની કરી હતી જાહેરાત
પોલીસ ગ્રેડ પે મામલે ગઈ કાલે પોલીસ વડાની પત્રકાર પરિષદ બાદ પોલીસ આંદોલન સમેટાયું છે, પોલીસ વડાએ નિર્દેશ કર્યા છે કે હવે કોઈ આંદોલન કરશે તો અટકાયત થશે,જો કે ગ્રેડ પે મુદ્દ પોલીસ વડાએ કમિટીની રચવા માટે જાહેરતા કરી છે, પોલીસના ગ્રેડ પે મામલે બનાવાશે કમિટી બનાવવાનું જાહેર થતા જ પોલીસ પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, તો પોલીસ કર્મચારીઓ દ્વારા મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે. કમિટીની રચવાની જાહેરાતથી પોલીસકર્મચારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો પોલીસકર્મચારીએ એ સંતોષ વ્યક્ત કર્યો છે અને ગ્રેડ પે મામલે નિરાકરણ આવશે તેવી પોલીસ કર્મચારીઓએ આશા વ્યક્ત કરી છે. મહત્વનું છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારની મહિલાઓએ એસપી કચેરી અને વિધાનસભા ગૃહ સામે મોરચો માંડ્યો હતો. જે બાદ રાજ્ય સરકાર પોલીસના પ્રશ્નોને લઇને એકશનમાં આવી હતી. પોલીસ કર્મી તેમજ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારો સાથે બેઠક કરી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા CM નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમની સાથે રાજ્ય પોલીસવડા પણ CM નિવાસસ્થાને પહોંચ્યા હતા.
પોલીસ ગ્રેડ પે મામલે આંદોલન સમેટાયું
હાઈલેવલ બેઠકમાં પોલીસ આંદોલનના પ્રશ્નોને લઇ CM ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રેડ પે ને લઇ CM, રાજ્ય ગૃહ મંત્રી અને DGPની બેઠક બાદ પત્રકાર પરિષદમાં પોલીસ વડા એ કહ્યું છે કે ગ્રેડ પે તેમજ અન્ય માંગોને લઈ સરકારે એક કમિટીના ગઠનનો નિર્ણય કર્યો છે. જેમાં 5 જેટલા પોલીસના ઉચ્ચ અધિકારીઑની બ્રિજેશ ઝાના અધ્યક્ષ સ્થાને કમિટી બનાવાઇ છે. જે સૂચિત સમયગાળામાં વિવિધ માંગ પર અભ્યાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે જે બાદ સરકાર કોઈ યોગ્ય જાહેરાત કરશે પણ જો સોશિયલ મીડિયામાં હવે કોઈ ઉશ્કેરણી જનક પોસ્ટ મૂકશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે ગેરશિસ્ત મામલે પ્રાથમિક તપાસ ચાલશે તેવા આદેશ પણ DGPએ આપ્યા છે.
કમિટીની રચના બાદ ગાંધીનગરમાં આંદોલન સમેટાયું
જે બાદ હવે આંદોલન સમેટાયું છે. મહત્વનું છે કે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓના પરિવારજનો ધરણા પર બેઠા હતા ત્યારે પોલીસ વડા દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે હવે કોઈ આંદોલન કરશે તો પોલીસ અટકાયત કરવામાં આવશે. સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ કર્મચારીઓને આંદોલન કરતાં ઉઠાવ્યા બાદ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જો કે સત્યાગ્રહ છાવણીના આંદોલનકારીઓને પોલીસે અડધી રાત્રે ઉઠાડી મુક્યા હતા. જેને લઇને રાજ્યભરમા આંદોલન પુરુ થયુ હોવાનો સંદેશ વહેતો થયો હતો.
ગાંધીનગરનું સત્યાગ્રહ છાવણી થયું ખાલી
બીજી તરફ સવારથી જ છાવણીમા જિલ્લા પોલીસવડા મયૂર ચાવડા સહિતના પોલીસ અધિકારીઓએ મોરચો સંભાળ્યો હતો. આંદોલનકારીઓ ફરીથી આવીને બેસી ના જાય માટે 500 કરતા વધારે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસના હાથે પોલીસનું આંદોલન સમેટાયુ હતું તો બીજી તરફ છાવણીમાં ફૂલ બંદોબસ્ત જોઇને અનેક મહિલાઓ પરત જતી જોવા મળી હતી. પરંતુ બપોર બાદ એકા એક સેક્ટર 27 સ્થિત એસપી કચેરીમા એકઠી થયેલી મહિલાઓએ પોલીસ પરિવારના નારા લગાવ્યા હતા. ત્યારબાદ એસપીને મળવા જઇ રહેલી મહિલાઓેને ખદેડવામા આવી હતી. પરંતુ આ મહિલાઓને એસપી કચેરી છોડી વિધાનસભા સામેના ગેટ નંબર 6 પાસે મોરચો માંડ્યો હતો. પરંતુ પોલીસ પરિવારની મહિલાઓને આંદોલનને જીવંત રાખ્યુ હતુ. જો કે હવે પોલીસ વડાના નિર્દેશ બાદ આંદોલન સમેટાયું છે.
પરિવારો સાથે મુલાકાત બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ગાંધીનગરમાં પોલીસકર્મીના આંદોલનનો મામલે આંદોલન કરતા પોલીસ પરિવારો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત કરી છે. જે બાદ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે આ અમારા પરિવારનો વિષય છે જેથી અમે મળીને સારી રીતે નિવારણ લાવીશું. સરકાર આ મામલે સકારાત્મક છે. યોગ્ય પાસાઓ પર વિચારણા ચાલી રહી છે.
પોલીસ કર્મચારીઓની માગ શું છે?
હાલમાં પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયાનો ગ્રેડ પે મળે છે
1800 રૂપિયાનો ગ્રેડ પે મેળવતા પોલીસને 20 હજાર રૂપિયા પગાર મળે છે
પોલીસ કોન્સ્ટેબલની 2800 રૂપિયા ગ્રેડ પે કરવા માગણી છે
2800 રૂપિયા ગ્રેડ પે થાય તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે
LRDમાંથી 12 વર્ષે કોન્સ્ટેબલ બને ત્યાં સુધી કોન્સ્ટેબલના પગારમાં કોઈ બદલાવ થતો નથી
અન્ય વિભાગના કર્મચારીઓની જેમ પોલીસ પણ પોતાના યુનિયન માટે લડે છે
અનુશાસિત ફોર્સ હોવાના કારણે તેમને યુનિયન બનાવવાની મંજૂરી નથી
પોતાની માગોને જાહેરમાં વ્યક્ત કરી શકતા નથી, આંદોલન કરી શકતા નથી
ફરજના કલાકો નક્કી નહી હોવાના કારણે શારીરિક-માનસિક યાતનાઓ ભોગવે છે
પોલીસ કોન્સ્ટેબલના કામના કલાકો નક્કી કરવાની પણ કર્મચારીઓની માગ છે
હેડ કોન્સ્ટેબલ માટે 3600 રૂપિયા ગ્રેડ પે ની માંગ છે જે હાલમાં 2200 રૂપિયા છે
ASIનો ગ્રેડ પે હાલમાં 2800 રૂપિયા છે જે 4200 કરવા માગ ઉઠી છે
SRP જવાનોની દર ત્રણ મહિને બદલી કરાય છે તેમાં બદલાવની માગ છે
SRPના જવાનો જે સ્થળે ફરજ બજાવે છે એ સ્થળે સુવિધાઓનો અભાવ હોય છે