બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / સુરત / Police formed a SIT team of 10 officers following Grishma's murder

સુરત / ગ્રીષ્મા હત્યા કેસમાં પોલીસ હવે એકશન મોડમાં, સરકારના આદેશ મળ્યા બાદ કર્યું આ મોટું કામ

Ronak

Last Updated: 12:08 PM, 16 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સરકારના આદેશ મળ્યા બાદ પોલીસે એક એસઆઈટી ટીમની રચના કરી છે. જેમા 10 અધિકારીઓને શામેલ કરવામાં આવ્યા છે. જેઓ જલ્દીથી ચાર્જશીટ રજૂ કરશે

  • ગ્રીષ્માં હત્યા કેસમાં પોલીસે SIT ટીમ બનાવી 
  • SITની ટીમમાં 10 અધિકારીઓ શામેલ 
  • આરોપી ફેનીલને આજે મામલતદાર કચેરીએ રજૂ કરાયો 

સુરતના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મા વેકરિયાની જે રીતે હત્યા થઈ છે તે માત્ર ગુજરાત જ નહી પરંતું દેશ ભરમાં આ હત્યાનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમણે તેના પરિવારને સાંત્વના આપી હતી. આ હત્યાને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. 

સ્પેશીયલ SITની રચના કરવામાં આવી 

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. સરકારે આપેલા આદેશ બાદ પોલીસ દ્વારા આ મામલે SITની રચના કરવામાં આવી છે. રેન્જ આઈજી દ્વારા આ સમગ્ર મામલે તપાસને લઈને એક સ્પેશીયલ SITની રચના કરવામાં આવી છે. જેમા ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP તેમજ 2 DYSP હવે આ કેસની તપાસ કરશે. 

10 અધિકારીઓની ટીમ બનાવામાં આવી 

આપને જણાવી દઈએ કે SITની ટીમમાં કુલ 10 અધીકારીઓ શામેલ કરવામાં આવ્યા છે.. જેમા 1 SP, 1ASP, 2 DYSP, 5 PI અને એક PSI દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ચકચારી કેમાં પોલીસ દ્વારા પણ ગણતરીના દિવસોમાં તપાસ પુરી કરી દેવામાં આવશે. સાથેજ ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવશે. 

આરોપીને મામલતદાર કચેરીએ રજૂ કરવામાં આવ્યો 

ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસ આજે આરોપી ફેનિલને લઈને મામલતદાર કચેરીએ પહોચી હતી. કામરેજ પોલીસ દ્વારા આરોપીને પરેડ માટે મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યો હતો જ્યાથી તેને કોવિડ ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલ પણ લઈ જવામાં આવશે. સાથેજ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ