સુરત / કોરોનાની મહામારી વચ્ચે ક્રિકેટ રમતા 100 યુવકોને પોલીસે ફટકારાયો દંડ

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે પોલીસે 100 જેટલા યુવકો પાસેથી દંડ વસૂલ્યો છે. મળતી માહિતી મુજબ મહામારીમાં સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉમરા પાર્ટી પ્લોટમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. પોલીસ સ્ટેશનની નજીક જ યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. ઉમરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને 100 જેટલા યુવકોની અટકાયત કરી. તમામ લોકો પાસેથી પોલીસે મહામારીની ગાઈડલાઈનનો ભંગ કર્યા મામલે દંડ વસૂલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ