Police fight with woman viral video now inquiry on it
VIDEO /
મહિલાને લાફો ઝીંકી દેનાર પોલીસ સામે તપાસના આદેશ, જાણો સમગ્ર મામલો
Team VTV12:24 PM, 16 Jan 21
| Updated: 12:52 PM, 16 Jan 21
માસ્ક મુદ્દે થયેલી બબાલમાં પોલીસકર્મીએ એક મહિલાને લાફા ઝીંકી દીધા હતા અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જેને પગલે ખળભળાટ મચી ગયો હતો.
પોલીસે મહિલાને લાફો માર્યાનો મામલો
ACP બી ડિવિઝનને સોપાઈ તપાસ
વીડિયો નવરંગપુરાના કોમર્સ છ રસ્તાનો
અમદાવાદમાં પોલીસે મહિલાને લાફો માર્યાનો મામલે આખરે વીડિયો વાયરલ થતાં ACP બી ડિવિઝનને આ અંગે તપાસ સોપવામાં આવી છે. પોલીસે મહિલાને લાફો મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયો નવરંગપુરાના કોમર્સ છ રસ્તાનો હોવાનું સામે આવ્યું છે.
શું હતો મામલો?
પ્રતિક શાહ નામના યુવકે માસ્ક પહેર્યું ન હતુ તેથી દંડ ફટકારતા વિવાદ થયો હતો. જેમાં મહિલાએ ગાડીનો દરવાજો બંધ કરતા પોલીસકર્મી વિક્રમસિંહને હાથ પર વાગ્યું હતું અને ગુસ્સામાં પોલીસકર્મી વિક્રમસિંહે મહિલાને લાફો ઝીંકી દીધો હતો. પણ પોલીસ કર્મીનું વર્તન અયોગ્ય અને શિસ્ત વિરોધી હોવાથી તપાસ શરૂ કરાઇ છે.