Police constable of Ahmedabad who stopped the woman on the road and forced her to have a love affair, did not do it, now Shaan will come to the place
ફરિયાદ /
મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો અમદાવાદનો પોલીસ કોન્સ્ટેબલ, ન કરવાનું કર્યું, હવે શાન આવશે ઠેકાણે
Team VTV06:22 PM, 12 Mar 23
| Updated: 06:24 PM, 12 Mar 23
અમદાવાદના એક પોલીસ કર્મીએ રોમિયો જેવું વર્તન કર્યું. એક મહિલાને રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા દબાણ કર્યું. સમગ્ર મામલે કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં કોન્સ્ટેબલે મહિલાની કરી છેડતી
રસ્તામાં રોકી પ્રેમ સંબંધ રાખવા કર્યુ દબાણ
મહિલાએ કોન્સ્ટેબલ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ
કોન્સ્ટેબલ જયરાજ વાળાએ મહિલાની કરી છેડતી
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ વાળા હાલ ફરાર છે. જેનું કારણ જાણીને તમે પણ ચોંકી ઉઠશો. કારણકે તેની સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. નિકોલ વિસ્તારમાં રહેતી એક મહિલા જ્યારે અગાઉ એક ફ્લેટમાં રહેતી હતી ત્યારે આ પોલીસકર્મી જયરાજ વાળા પણ ત્યાં રહેતો હતો. બને વચ્ચે ઓળખાણ થયા બાદ આરોપી તેને પ્રેમ કરવા લાગ્યો હતો. બસ આ જ વાતને લઈને તેણે મહિલાને સબંધ રાખવા દબાણ કર્યું. છેવટે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી.
મહિલા ઘરેથી નીકળે ત્યારે પોલીસ કર્મી જયરાજ ત્યાં પહોચી જતો
ઘણા સમયથી આરોપી પોલીસ કર્મી મહિલાને હું તમને પ્રેમ કરું છું, મારે તમારી સાથે પ્રેમ સંબંધ બાંધવો છે તેમ કહી ને હેરાન કરતો હતો. મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવા માંગણીઓ પણ કરતો હતો. એટલું જ નહિ અલગ અલગ મોબાઈલ નંબર તથા ઓફિસના ફોનથી ફોન કરીને હેરાન કરતો હતો. જેથી મહિલાએ કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. થોડા દિવસ પહેલા બપોરે મહિલા ઘરેથી કામે નીકળી ત્યારે જયરાજ ત્યાં પહોંચ્યો. મહિલા ના એકટીવાની ચાવી લઇ એકટીવા પર બેસીને કહેવા લાગ્યો કે તું મારી સાથે પ્રેમ સંબંધ બાંધવાની કેમ નાં કહે છે.આમ કહી બીભત્સ ગાળો બોલવા લાગતા આરોપીએ મહિલાને ગાળો બોલી સંબંધ નહીં રાખે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી. જેથી હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરાર કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી
અવાર નવાર પોલીસ કર્મીઓ પર બળાત્કાર કે છેડતી સહિતના ગુના નોંધાઈ રહ્યા છે.કાયદાનું પાલન કરાવનાર જ સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરતા હવે આ ફરાર કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.