બ્રેકિંગ ન્યુઝ
VTV / police constable narendra kumar dhiraj turned crorepati eou raid 9 place from patna to ara muzaffarpur
Dharmishtha
Last Updated: 02:43 PM, 22 September 2021
ADVERTISEMENT
પોલીસ કોન્સ્ટેબલને ત્યાં EOUની રેડમાં સામે આવી કરોડોની સંપત્તિ
પોલીસ કોઈ પણ રાજ્યની હોય આ વિભાગમાં ભ્રષ્ટાચારના મામલા સતત સામે આવતા રહે છે. હાલમાં એક કોન્સ્ટેબલના કરોડપતિ હોવાની ખરાઈ થયા બાદ economic research branch (EOU)ની ટીમે રેડ પાડી તો ત્યાં હાજર અધિકારીઓ દંગ રહી ગયા. તાજા મામલો બિહારનો છે. જ્યાં પૂર્વ ડીજીપી અભયાનંદે ગત મહિને સિસ્ટમમાં ફેલાયેલા ભ્રષ્ટાચારની વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.
ADVERTISEMENT
EOUએ ધીરજના 9 ઠેકાણા પર રેડ પાડી
બિહારમાં ભ્રષ્ટાચારમાં સંલિપ્ત સરકારી કર્મચારીઓની વિરુદ્ધ સરકારી કાર્યવાહી સતત ચાલું છે. આઈપીએસ, પ્રશાસનિક સેવાના અધિકારીઓ સહિત ડીટીઓ અને અન્ય પ્રભાવશાળી વ્યક્તિઓને બાદ હવે એક કરોડપતિ કોન્સ્ટેબલને ત્યાં રેડ પાડવામાં આવી છે. બિહાર પોલીસની EOUએ પટના પોલીસ જવાન અને બિહાર પોલીસ મેસ અસોશિયેશનના પ્રાંતીય અધ્યક્ષ કોન્સ્ટેબલ નરેન્દ્ર કુમાર ધીરજના 9 ઠેકાણા પર રેડ પાડી છે.
કોન્સ્ટેબલે પોતાના અને પરિવારના નામે કરોડોની સ્થાયી સંપત્તિ ખરીદી
હકિકતમાં કોન્સ્ટેબલ પદ પર તૈનાત ધીરજની વિરુદ્ધ આવકથી વધારે કમાણી હોવાની ફરિયાજ મળી હતી. આ મામલામાં EOUએ તપાસ કરી તેની સામે સોમવારે કેસ નોંધ્યો. જે બાદ મંગળવારે એક સાથે તેના અનેક ઠેકાણા પર રેડ પાડવાનું ચાલું છે. ધીરજ પર આરોપ છે કે તેણે પોતાના અને પરિવારના નામે કરોડોની સ્થાયી સંપત્તિ ખરીદી છે.
આલીશાન મકાન જોઈ દંગ રહી ગઈ ટીમ
EOUની રેડથી પ્રશાસનિક બેડામાં હડકંપ મચેલો છે. આરામાં ધીરજે અનેક ભાઈઓના પ્લોટ અને જમીન હોવાનો ખુલાસો કર્યો છે. પટનાના બેઉર વિસ્તારમાં સ્થિર મહાવીર કોલોનીમાં હવે ઈઓયૂની ટીમ પહોંચી તો આલીશાન મકાન જોઈ દંગ રહી ગઈ. ટીમને અનેક લોકેશન પરથી કિંમતી સામાન પણ મળ્યો. કોન્સ્ટેબલના અનેક નામી લોકો સાથે સંબંધ હતો. ગત વર્ષ ડ્યૂટીમાં બેદરકારી દાખવવાને લઈને અને ભ્રષ્ટાચારને લઈને પોલીસ પર સતત લગામ ખેંચવામાં આવી રહી છે. વર્ષ 2020માં ડિસેમ્બરમાં પહેલા અઠવાડિયામાં 85 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે સેંકડો પોલીસકર્મીની વિરુદ્ધ તપાસ ચાલી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.