મધ્ય પ્રદેશના જબલપુર રેલ્વે સ્ટેશન પર કથિત રીતે એક પોલીસ કોન્સ્ટેેબલ દ્વારા વૃદ્ધ વ્યક્તિને ફટકારવાનો અને તેને પ્લેટફોર્મથી નીચે લટકાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
મધ્ય પ્રદેશના જબલપુર રેલ્વે સ્ટેશન પર કથિત રીતે એક પોલીસ કોન્સ્ટેેબલ દ્વારા વૃદ્ધ વ્યક્તિને ફટકારવાનો અને તેને પ્લેટફોર્મથી નીચે લટકાવતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું કે, વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થયો હતો અને તેને લઈને લોકોમાં ખૂબ આક્રોશ પણ છે. અધિકારીઓએ રિવા જિલ્લાના લૌર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અનંત શર્માને સસ્પેન્ડ કરી દીધા છે. વીડિયોમાં કથિત રીતે કોન્સ્ટેબલ વૃદ્ધ વ્યક્તિને વારંવાર લાતો મારતો દેખાઈ રહ્યો છે.
Jai Hind 🇮🇳... This #Cop (Anant Sharma) has been suspended for his shameful act.
— Gurmeet Singh, IIS 🇮🇳 (@Gurmeet_Singhhh) July 29, 2022
વૃદ્ધની ઓળખાણ જબલપુરથી અડીને આવેલા નરસિંહપુર જિલ્લાના નિવાસી ગોપાલ પ્રસાદ તરીકે થઈ છે. રાજકીય રેલ્વે પોલીસ અધિકારી વિનાયક વર્માએ કહ્યું કે, પ્રાથમિક તારણ અનુસાર વૃધ્ધ દારુના નશામાં હતા અને પોલીસ કર્મીઓને ગાળો ભાંડી રહ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યુ છે કે, 27 જૂલાઈના રોજ બનેલી આ ઘટના વિશે જાણવા મળ્યા બાદ રિવા જિલ્લા પોલીસ અધીક્ષક નવનીત ભસીને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે જણાવ્યું છે કે, પીડિતની ફરિયાદના આધારે શર્મા વિરુદ્ધ આઈપીસીની કલમ 323 અને 506 અંતર્ગત FIR નોંધવામાં આવી છે.