બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રોંગ સાઈડ પર વાહન ચલાવનારાઓની હવે ખેર નહીં, આવા લોકો સામે પોલીસે કરી કડક કાર્યવાહી
Last Updated: 05:11 PM, 22 June 2024
અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા નાગરિકોને કારણે અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. જેને રોકવા માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચલાવવાનું આયોજન કરાયું છે. ત્યારે અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારમાં રોંગ જતા લોકોને રોકીને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદ પોલીસની ડ્રાઈવ
ADVERTISEMENT
શહેરમાં એનેક લોકો એવા છે કે, જેઓ શોર્ટ કટ લેવા માટે રોંગ સાઈડ જઈને પોતાનો અને બીજાનો જીવ જોખમમાં મૂકે છે. ત્યારે આવા લોકોને રોકવા માટે અને અકસ્માત અટકાવવા માટે પોલીસ દ્વારા ખાસ યોજાઈ છે. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા ચાણક્યપુરી બ્રિજ પાસે પોલીસ દ્વારા રોંગ સાઈડ જતાં લોકોને રોકવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં અનેક લોકો રોંગ સાઈડ જતા સામે આવ્યા હતા. રોંગ સાઇડ જતા લોકોને અટકાવીને પોલીસે FIR સુધીની કાર્યવાહી કરી હતી
વાંચવા જેવું: '..તો લેવાશે પગલાં', મહુધાના નાયબ મામલતદારની સતત ગેરહાજરી વિરૂદ્ધ કલેક્ટર એક્શનમાં
30 જૂન સુધી પોલીસની ખાસ ડ્રાઈવ
તો બીજી તરફ શ્યામલ બ્રિજ પાસે પણ લોકો બેફામ રોંગ સાઈડ જતા હતા. જ્યાં લોકોને પૂછ્યું ત્યારે રોંગ સાઈડ જવાના અનેક બહાના બતાવતા હતાં. એટલે કે, ચોક્કસથી કહી શકાય કે અમદાવાદમાં લોકોને રોંગ સાઇડ જવાની આદત પડી ગઈ હોય તેમ બેફામ રોગ સાઈડ જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ પોલીસે 30 જૂન સુધી ખાસ ડ્રાઈવ હાથ ધરી છે, ત્યારે આજ અનેક લોકો દંડાયા હતાં.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
વાયરલ વીડિયો / પાપાની પરીઓએ કુદરત સામે બાથ ભીડી, વાયરલ થઇ ગયો કાંડ
ટ્રકનો પણ અકસ્માત / અમદાવાદ પ્લેન ક્રેશનો કાટમાળ લઇ જઇ રહેલા ટ્રકનો પણ અકસ્માત
ADVERTISEMENT